બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / An under-construction tunnel in Uttarkashi collapsed at around 4 am on November 12, trapping around 40 workers.

ઉત્તરાખંડ / આઠ દિવસ બાદ પણ મોત સામે જંગ: ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા છે 41 શ્રમિકો, રેસ્ક્યૂમાં હજુ લાગી શકે છે 5 દિવસ

Dinesh

Last Updated: 07:51 AM, 19 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Uttarakhand News: ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલ 12 નવેમ્બરના રોજ સવારે લગભગ 4 વાગે તૂટી ગઈ હતી હતી જેમાં 40 જેટલા કમાદારો ફસાયા છે. જેમને બચાવવા માટેના રેસ્ક્યૂમાં હજુ 4થી 5 દિવસ લાગી શકે છે

  • ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલ તૂટી હતી
  • કાટમાળ નીચે 41 જિંદગી ફસાઈ
  • 8 દિવસથી ફસાયા છે 41 શ્રમિકો


Uttarakhand News: ઉત્તરાખંડમાં નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટતા 8 દિવસ જેટલા સમયથી 41 શ્રમિકો કાટમાળ નીચે ફસાયેલા છે. જેમને બચાવવા માટે NDRF-SDRF સહિત ભારતીય સેના સતત પ્રયત્ન કરી રહી છે. ત્યારે આ શ્રમિકોને બચાવવા માટે હજુ 4 થી 5 દિવસનો સમય લાગી શકે છે. 

રેસ્ક્યૂમાં હજુ 4થી 5 દિવસ લાગી શકે
હવે પાંચ અલગ-અલગ જગ્યાએથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી રહી છે, જેમાં એક પ્લાન જૂના મશીન સાથેનો છે, બાકીના ચાર નવા છે. અહીં નિષ્ણાતોએ સમગ્ર વિસ્તાર અને જંગલનું નિરીક્ષણ કર્યા બાદ કેટલીક જગ્યાઓ પર નિશાન પણ લગાવવામાં આવ્યા છે. જ્યાંથી વર્ટિકલ ડ્રિલિંગ શરૂ થશે. આ ટ્રેક આજ બપોર સુધીમાં બની જવાની સંભાવના સેવાઈ રહી છે. રાહત કાર્યમાં લાગેલી સેના દ્વારા લગભગ 1 હજારથી 1 હજાર 200 મીટર લાંબો ટ્રેક તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલ
ઉત્તરકાશીની આ નિર્માણાધીન ટનલ મહત્વાકાંક્ષી ચારધામ પ્રોજેક્ટનો એક ભાગ છે, જે હિંદુ તીર્થસ્થળો બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રી સાથે કનેક્ટિવિટી વધારવા માટે રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલ છે. સુરંગમાં ફસાયેલા લોકોની સુરક્ષા માટે બહાર મંદિરની સ્થાપના પણ કરવામાં આવી હતી અને મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

ટનલમાં કેવી રીતે થયો અકસ્માત?
તમને જણાવી દઈએ કે બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારા અને દાંડલગાંવ વચ્ચે એક ટનલ બનાવવામાં આવી રહી હતી. તેનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેના કારણે ટનલમાં 40 કામદારો ફસાયા હતા. આ ટનલની કુલ લંબાઈ 4.5 કિલોમીટર છે. જેમાં સિલ્ક્યારા છેડાથી 2,340 મીટર અને દાંડલગાંવ છેડાથી 1,750 મીટર સુધી બાંધકામ કરવામાં આવ્યું છે. ટનલના બે છેડા વચ્ચે 441 મીટરનું અંતર બાંધવાનું હતું. અધિકારીઓએ કહ્યું હતું કે સિલ્ક્યારા બાજુથી ટનલ તૂટી પડી હતી. ટનલનો જે ભાગ તૂટી પડ્યો તે એન્ટ્રી ગેટથી 200 મીટર દૂર હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ