Amreli's family was devastated, 3 children died when their feet slipped in a pit filled with water
કરૂણાંતિકા /
અમરેલીના પરિવાર પર આભ ફાટ્યું, પાણી ભરેલા ખાડામાં પગ લપસતાં 3 બાળકોના મૃત્યુ
Team VTV11:42 AM, 27 Jun 22
| Updated: 11:45 AM, 27 Jun 22
ખેત મજૂરી કરીને પરિવારજનો સાથે પરત આવતા ત્રણ બાળકો પાણી ભરેલા ખાડામાં પડી જતા મોત
ખડ ખંભાલીયામાં પાણી ભરેલા ખાડામાં ડૂબ્યા બાળકો
વરસાદ આવવાથી ખાડામાં ભરાયું હતું પાણી
પાણી ભરેલા ખાડામાં પગ લપસતાં 3 બાળકોના મૃત્યુ
રાજ્યમાં હાલ વરસાદી વાતાવરણ વચ્ચે અનેક દુર્ઘટનાઓ સામે આવે છે. તેવામા અમરેલીથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. અમરેલીના ખદ ખંભાલીયામાં પાણી ભરેલા ખાડામાં પગ લપસી જતાં ત્રણ બાળકો ખાડામાં પડ્યા હતા. જે બાદમાં ત્રણેય માસૂમ બાળકોનું મોત થયાનું સામે આવ્યું છે.
ખેત મજૂરી કરીને પરત ફરતી વખતે બની દૂર્ઘટના
અમરેલીના ખડ ખંભાલીયામાં ખેત મજૂરી કરીને પરત ઘર તરફ આવતા પરિવારના ત્રણ બાળકોને મોત મળ્યું છે. વિગત એવી છે કે, ખડ ખંભાલીયામાં ખેત મજૂરી કરીને પરિવારજનો સાથે પરત આવતા ત્રણ બાળકો પાણી ભરેલા ખાડામાં પડી ગયા હતા. જે બાદમાં ત્રણેયના મોત થયા છે.
ખાડામાં પગ લપસ્યો અને મોત મળ્યું
ખડ ખંભાલીયામાં 3 બાળકોના મૃત્યુને લઈ હાલ ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. પાણી ભરેલા ખાડામાં પગ લપસી જતા ત્રણ બાળકો ખાડામાં પડ્યા હતા. જે બાદમાં ત્રણેય માસુમોના મોત થયા છે. પરિવારજનો સાથે પરત આવતા ત્રણેય બાળકોના મોતને લઈ પરિવારજનો સહિતના ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે.