બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Ammonia gas leak incident at factory in Balasore, 28 workers sick

ઓડિશા / બાલાસોરમાં એક ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકની ઘટના, 28 કામદારો બીમાર પડ્યા

Priyakant

Last Updated: 08:55 AM, 29 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવ મજૂરો એમોનિયા ગેસના વધુ પડતા લીકેજની ઝપેટમાં હતા, જેના કારણે તેમની હાલત ગંભીર

  • ઓડિશાના બાલાસોરમાં એક ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકની ઘટના 
  • ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીક થવાને કારણે 28 કામદારો બીમાર પડ્યા
  • ગેસ લીકેજથી બીમાર થયેલ કામદારોમાં મોટાભાગે મહિલાઓ 

ઓડિશાના બાલાસોરમાં એક ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીક​ થવાને કારણે 28 કામદારો બીમાર પડ્યા હોવાનું સામે આવ્યું છે. જેને લઈ તમામને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. ગેસ લીકેજથી બીમાર થયેલ કામદારોમાં મોટાભાગે મહિલાઓનો સમાવેશ થાય છે. બુધવાર (28 સપ્ટેમ્બર) ના રોજ બાલાસોરમાં પ્રોન પ્રોસેસિંગ પ્લાન્ટના યુનિટમાં આ અકસ્માત થયો હતો.

ઓડિશાના બાલાસોરમાં એકફેક્ટરીમાં એમોનિયા ગેસ લીક મામલે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉ.જુલાલસેન જગદેવે માહિતી આપી હતી કે, 28 લોકોને કાંતાપરાના સ્થાનિક સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 15 લોકોને બાલાસોર રિફર કરવામાં આવ્યા હતા. અધિકારીએ કહ્યું કે, અત્યાર સુધીમાં માત્ર સાત મજૂરોને બાલાસોર જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી ચારની હાલત ગંભીર છે અને ત્રણ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

સૂત્રોનું માનીએ તો જે પ્લાન્ટમાં અકસ્માત થયો હતો તે રવીન્દ્ર જેના માલિકીનો છે તે સત્તાધારી બીજુ જનતા દળના પૂર્વ સાંસદના પુત્ર છે. આ દુર્ઘટના બુધવારે સાંજે લગભગ 7 વાગ્યે કાંતાપરાના ગડાભંગા ગામમાં સ્થિત હાઇલેન્ડ સીફૂડ પ્રોસેસિંગ સેન્ટરમાં બની હતી.અકસ્માતની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. સ્થાનિક મીડિયા અનુસાર પાંચ મહિલાઓ સહિત નવ મજૂરોની તબિયત બગડતાં તેમને ફકીર મોહન મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં કોઈનું મોત થયું નથી.પોલીસે જણાવ્યું કે, નવ મજૂરો એમોનિયા ગેસના વધુ પડતા લીકેજની ઝપેટમાં હતા, જેના કારણે તેમની હાલત ગંભીર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે સાંજે લગભગ 4.30 વાગ્યે પ્લાન્ટમાં ગેસ લીક ​​થવાનું શરૂ થયું અને તે પછી તે સમગ્ર યુનિટમાં ફેલાઈ ગયું. અકસ્માતને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. ઘણા કામદારોએ જણાવ્યું કે, ગેસને કારણે તેઓ શ્વાસ લઈ શકતા નથી. આ મામલે વધુ અપડેટ આવવાના બાકી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ