બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 04:29 PM, 8 February 2023
ADVERTISEMENT
અધિર રંજન ચૌધરીએ રાહુલ ગાંધી પર સત્તા પક્ષની તરફથી થઈ રહેલા સતત પ્રહારોને લઈને કહ્યું કે આજે રાહુલ ગાંધીએ સૌને પપ્પૂ બનાવૂ દીધું છે. ત્યારે અમિત શાહે અધિર રંજનને વચ્ચે ટકોર કરતાં કહ્યું કે 'માનનીય સાંસદને તમે પપ્પૂ ન કહી શકે...'
બીજેપી vs રાહુલ ગાંધી- અધીર રંજન
અધીર રંજને કહ્યું કે પ્રધાનમંત્રી સંબોધનથી પહેલાં ભારતીય જનતા પાર્ટીની તમામ બ્રિગેડિયરને રાહુલ ગાંધીનાં વિરોધમાં ઊતારી દીધેલ છે. એવું લાગી રહ્યું છે કે બીજેપી વર્સીસ રાહુલ ગાંધી ચાલી રહ્યું છે. તેમણે ચીનનો મુદો ઊઠાવ્યો અને યુદ્ઘનાં સમયમાં સંસદમાં ચર્ચાનો ઉલ્લેખ કર્યો.
ADVERTISEMENT
'રાહુલ ગાંધીએ પોતે જ તમને પપ્પૂ બનાવી દીધું છે'
તેમણે કહ્યું કે તમે રાહુલ ગાંધીને જેટલું પણ પપ્પૂ બનાવવાનું ઈચ્છો, રાહુલ ગાંધીએ પોતે જ તમને પપ્પૂ બનાવી દીધું છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ જે જગ્યાંએ નિશાન સાધ્યું છે તીર ત્યાં જ લાગ્યું છે. તેથી તમારી અંદર ખળભળાટ મચી ગયો છે. અને આ ખળભળાટને કારણે પાર્ટી રાહુલ ગાંધી વિરોધી પ્રહારો કરવામાં લાગી ગઈ છે. તો સામે પક્ષે અમિત શાહે અધિર રંજનને વચ્ચે ટકોર કરતાં કહ્યું કે 'માનનીય સાંસદને તમે પપ્પૂ ન કહી શકે...'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.