બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Politics / AMIT SHAH SECURITY in Jammu Kashmir visit: security arrangements in Srinagar

આરંભ હૈ પ્રચંડ / આતંકીઓના અંત માટે ગ્રાઉન્ડ ઝીરો પર અમિત શાહ: ત્રણ દિવસ રસ્તા બંધ, જુઓ કેવી છે સુરક્ષા વ્યવસ્થા

Parth

Last Updated: 11:53 AM, 23 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસ માટે જમ્મૂ કાશ્મીરનાં પ્રવાસે પહોંચ્યા છે ત્યારે સુરક્ષાને લઈને જબરદસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે.

  • અમિત શાહ આજથી કાશ્મીરનાં પ્રવાસે 
  • આખું શ્રીનગર કિલ્લામાં ફેરવાયું 
  • કેટલાક રસ્તાઓ ત્રણ દિવસ માટે બંધ, ખુફિયા એજન્સીઓ અલર્ટ 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે કેન્દ્ર જમ્મૂ કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. આખા કાશ્મીરમાં છેલ્લા ઘણા દિવસથી આતંકવાદ ચરમસીમાએ છે અને સામે પક્ષે સેનાનું મહા ઓપરેશન ચાલી રહ્યું છે. એવામાં દેશના ગૃહમંત્રી પોતે આ ઓપરેશનને અંતિમ અંજામ આપવા મેદાને આવ્યા છે. અમિત શાહની મુલાકાતને જોતાં આખું કાશ્મીર અભેદ્ય કિલ્લામાં ફેરવાઇ ગયું છે.

શાહ પહોંચી રહ્યા છે કાશ્મીર 
નોંધનીય છે કે 2019માં કાશ્મીરમાંથી ધારા 370 ખતમ કર્યા બાદ કાશ્મીરમાં અમિત શાહનો આ પહેલો પ્રવાસ છે. શ્રીનગરમાં અમિત શાહ સુરક્ષાની સમીક્ષા બેઠક રશે અને તે વાદ કાશ્મીરનાં યૂથ ક્લબનાં યુવાઓ સાથે વાતચીત કરશે. 

ત્રણ દિવસ માટે રસ્તા બંધ, સુરક્ષા એજન્સીઓ એકદમ અલર્ટ
અમિત શાહના પ્રવાસનાં કારણે શ્રીનગરમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે, કેટલીય જગ્યાઓ પર ટ્રાફિકને બંધ કરી દેવામાં આવ્યો છે અને ગાડીઓની સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે. શેર એ કાશ્મીર ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર જનાર તમામ રસ્તાઓને ત્રણ દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય બહાર પણ ચુસ્ત સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. 

CRPF જવાનોનો ખડકલો 
નોંધનીય છે કે આ સિવાય પણ કાશ્મીર ઘાટીમાં નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને CRPF ની 50 કંપનીઓને તૈનાત કરી દેવામાં આવી છે. જુદા જુદા શહેરોમાં ઠેર ઠેર સેના દ્વારા બંકર બનાવી દેવામાં આવ્યા છે.

કેદીઓને આગ્રા મોકલી દેવાયા 
કાશ્મીરમાં નાગરિકોની હત્યા બાદ સેના પણ આરપારનાં મૂડમાં છે અને સપાટો બોલાવીને 700 લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી ઘણા પર પબ્લિક સેફટી એક્ટનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જમ્મૂ કાશ્મીરમાંથી કેટલાક કેદીઓને આગ્રા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. 

અમિત શાહનું `મિશન કશ્મીર' 

  • ધારા-370 હટ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહ પહેલીવાર જમ્મૂ-કશ્મીરના પ્રવાસે
  • શ્રીનગરમાં બુલવર્ડ રોડ પર તા. 23થી 25 સુધી ટ્રાફિક બંધ રહેશે
  • ગૃહમંત્રીની સુરક્ષાને લઈને પોલીસ અને સેના એલર્ટ
  • ટાર્ગેટ કિલિંગની ઘટનાઓને લઈને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક કરશે
  • અમિત શાહ જમ્મૂમાં સભાને સંબોધિત કરશે
  • જમ્મૂ ખાતે IITમાં નવા બ્લોકનું ઉદ્ઘાટન પણ કરશે
  • ગૃહમંત્રી SKICCમાં આયોજીત લાભાર્થી સંમેલનમાં ભાગ લેશે
  • કશ્મીરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરવામાં આવશે
  • પર્યટન વિકાસ સાથે જોડાયેલ પ્રોજેક્ટ પર પણ ગૃહમંત્રી ચર્ચા કરશે
  • વિવિધ સુરક્ષા એજન્સીઓ અને વહીવટી અધિકારીઓની સાથે બેઠક કરશે
  • આંતરિક સુરક્ષા, આતંકવાદ નિરોધક મોરચા પર સુરક્ષાદળોની રણનીતિ પર પણ ચર્ચા કરશે
  • PoKમાં પાકિસ્તાન સામે વધતા વિરોધ વચ્ચે અમિત શાહનો જમ્મૂ-કશ્મીર પ્રવાસ મહત્વનો
  • અમિત શાહનો પ્રવાસ જમ્મૂ-કશ્મીરમાં આતંક પર અંતિમવારની તૈયારીન રૂપે પણ જોવાઇ રહ્યો છે

તસવીરો: ANI ફાઇલ 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ