બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / amit shah on two days gujarat visit will reach vadodara in today

નર્મદા / અમિત શાહ ફરીવાર ગુજરાત પ્રવાસે, 25 જૂનના રોજ કેવડિયાના આ ખાસ કાર્યક્રમમાં આપશે હાજરી

Dhruv

Last Updated: 12:13 PM, 24 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 25 જૂનના રોજ કેવડિયા ખાતે કેન્દ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની બેઠકમાં સામેલ થશે.

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 25 જૂનના રોજ કેવડિયા આવશે
  • કેન્દ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની બેઠકમાં થશે સામેલ
  • અમિત શાહ આજે રાત્રે 10 કલાકે વડોદરા પહોચશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરીવાર ગુજરાત પ્રવાસે આવશે. 25 જૂનના રોજ કેવડિયા ખાતે કેન્દ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની બેઠક મળશે. જેમાં અમિત શાહ હાજરી આપશે. આથી, અમિત શાહ આજે રાત્રે 10 કલાકે વડોદરા પહોચશે. વડોદરાના સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ બાદ 25 જૂને કેન્દ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટની ખાસ બેઠકમાં હાજરી આપવા કેવડિયા જશે.

26મી એ રાત્રે અમદાવાદના નિવાસ સ્થાને રાત્રિ રોકાણ કરશે

મહત્વનું છે કે, કેવડિયા ખાતે બે વિભાગીય બેઠકમાં હાજરી આપવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરીવાર ગુજરાત આવી રહ્યાં છે. 26મી એ રાત્રે અમદાવાદ પહોંચી ગૃહમંત્રી તેમના નિવાસ સ્થાને રાત્રિ રોકાણ કરશે. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગૃહમંત્રી અમિત શાહની આ મુલાકાત સૌથી મહત્વની માનવામાં આવી રહી છે. જો કે, હજુ સુધી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર નથી થઈ. પરંતુ એ પહેલાં તમામ પક્ષના લોકોએ પ્રચાર પ્રસારના પડઘમ શરૂ કરી દીધા છે.

કેવડિયામાં કેન્દ્રીય રમતગમત વિભાગની 2 દિવસીય કોન્ફરન્સ

આજ રોજ કેવડિયામાં નર્મદા ટેન્ટ સિટી-2 ખાતે કેન્દ્રીય રમતગમત વિભાગની 2 દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કરાવ્યો છે. જેમાં રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવી તેમજ દેશના અલગ-અલગ રાજ્યોના રમતગમત મંત્રીઓની ઉપસ્થિતમાં દેશમાં રમાતી રમતો, અન્ય સ્પોર્ટ્સ એક્ટિવિટી, નવા ડેવલોપમેન્ટ બાબતે ચર્ચા કરવામાં આવશે.

નોંધનીય છે કે, નર્મદા (Narmada) જિલ્લામાં અવેલા એકતાનગર કેવડિયા (Kevadiya) તૈયાર કરવામાં આવેલુ સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) સંકુલ અત્યારે રાષ્ટ્રીય સ્તરના સરકારી કાર્યક્રમો માટે પહેલી પસંદ બની ગયું છે. આ સંકુલમાં આવેલા ટેન્ટ સિટી 2 ખાતે વારંવાર રાષ્ટ્રીય સ્તરની કોન્ફરન્સનું આયોજન થતું રહે છે. આવી જ વધુ એક કોન્ફરન્સ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કરવામાં આવ્યું છે.

દેશના અલગ-અલગ રાજ્યોના રમતગમત મંત્રીઓ ઉપસ્થિત

આ વખતે દેશના તમામ રમત ગમત મંત્રીઓની કોન્ફરન્સ યોજાઇ રહી છે. 24 અને 25 જૂન એમ બે દિવસીય કોન્ફરન્સનું કેવડિયામાં આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કોન્ફરન્સ શરુ કરાઇ. એ સિવાય ગુજરાત સહિત તમામ રાજ્યોના રમત ગમત મંત્રી અને સચિવો પણ આ કોન્ફરન્સમાં જોડાયા છે. આ કોન્ફરન્સમાં રમત ગમત મંત્રાલયના આગામી કાર્યક્રમો અને આયોજનો અંગે ચર્ચા કરવામાં આવશે.

બીજી તરફ નર્મદાના કેવડિયામાં જ આવતી કાલે ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક યોજાવાની છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેવડિયામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તો 26 જૂને પણ તેઓ ફોરેન્સિક સાયન્સની બેઠકમાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત અમિત શાહ એકતા ટ્રાઇબલ કેફે, એકતા પાર્ક અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતની મુલાકાત લેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Central Disaster Management Department Meeting amit shah amit shah gujarat visit kevadiya અમિત શાહ Amit Shah Gujarat Visit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ