Amit Chavda raised the issue of liquor ban in the House
SHORT & SIMPLE /
અમિત ચાવડાએ દારૂ પર સવાલ કરતા સંઘવીએ કહ્યું 'લતીફ-ચીમન પટેલનું નામ નથી લેવા માંગતો', મોઢવાડીયા રોષે ભરાયા
Team VTV05:16 PM, 17 Mar 23
| Updated: 07:01 PM, 17 Mar 23
અમિત ચાવડાના સવાલ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપતા જણાવ્યું કે, ગુજરાત પોલીસ દ્વારા પ્રથમવાર દારૂ મામલે રેડ કોર્નર નોટિસ કાઢવામાં આવી છે
ગૃહમાં અમિત ચાવડાએ દારૂબંધીનો મુદ્દો ઉઠાવ્યો
દારૂના પ્રશ્નને લઈ ગૃહમાં બન્ને પક્ષો વચ્ચે દલીલ
દારૂ રાજ્યમાં પકડાયો કે ઘુસાડવામાં આવ્યો: અમિત ચાવડા
ગૃહમાં અમિત ચાવડાએ દારૂબંધીનો મુદ્દો ઉઠાવ્યો હતો જે દારૂના પ્રશ્નને લઈ ગૃહમાં બન્ને પક્ષો વચ્ચે દલીલ થઈ હતી. અમિત ચાવડાએ પ્રહાર કરતા કહ્યું હતું કે, દારૂ રાજ્યમાં પકડાયો કે ઘુસાડવામાં આવ્યો છે. અમિત ચાવડાના સવાલ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપ્યો હતો.
અમિત ચાવડાની ફાઈલ તસવીર
ગૃહમાં ઉઠ્યો દારૂબંધીનો મુદ્દો
અમિત ચાવડાના સવાલ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપતા જણાવ્યુ હતું કે, લતીફ કે ચીમન પટેલનું નામ લેવા માંગતો નથી અને ગુજરાતનું ઈતિહાસ સૌ કોઈ જાણે છે. ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે, ગુજરાત પોલીસ દ્વારા પ્રથમવાર દારૂ મામલે રેડ કોર્નર નોટિસ કાઢવામાં આવી છે અને દારૂનું નેટવર્ક ચલાવનારા સામે રેડ કોર્નર નોટિસ કાઢાઈ છે. જે સમગ્ર બાબતે અર્જૂન મોઢવાડીયા ગૃહમાં દલીલ કરતા જણાવ્યું કે, ચૂંટણી સમયે દારૂની ટ્રકો ગુજરાતમાં ઠલવાય છે. કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે કહ્યું કે, સ્વર્ગસ્થ ચીમન પટેલનું નામ ગૃહમાં ન લેવું જોઈએ. જે સમગ્ર મામલો અધ્યક્ષ શંકર ચૌધરીએ થાળે પાડ્યો હતો.