ફાયદાકારક / શિયાળામાં ખાસ ખાઈ લેજો સ્ટાર ફ્રૂટ, વાળને હેલ્ધી અને મજબૂત બનાવવાથી લઈ 5 જબરદસ્ત ફાયદા મળશે

amazing Health Benefits Of Kamrakh Fruit

શિયાળામાં કેટલીક ખાસ વસ્તુઓ મળતી હોય છે, જેનું સેવન અવશ્ય કરી લેવું જોઈએ. શિયાળો એટલે હેલ્ધી વસ્તુઓ ખાવાની સિઝન. જેથી આ સિઝનમાં ખૂબ ખાવું જોઈએ અને હેલ્ધી ખાવું જોઈએ. આ સિઝનમાં મળતાં શાકભાજી અને ફ્રૂટ્સ ખાઈ લેવાથી આખું વર્ષ સ્વાસ્થ્ય જળવાય છે. આ સિઝનમાં એવું જ એક ખાસ ફ્રૂટ મળે છે જેનું નામ સ્ટાર ફ્રૂટ છે, એટલે કે કમરખ ફળ સ્ટાર જેવું દેખાય છે. જેથી તેને સ્ટાર ફ્રૂટ કહે છે. લોકો તેને કમરખના નામે ઓળખે છે. તે સામાન્ય રીતે સ્વાદમાં ખાટું હોય છે. પરંતુ તે પાકી ગયા બાદ મીઠું લાગે છે. આ ફળમાં અનેક પોષક તત્વો રહેલાં છે, જે શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સ્ટાર ફ્રૂટમાં અનેક ઔષધીય ગુણો પણ રહેલાં છે. જે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક હોય છે. આમાં કેલરી ઓછી અને ફાયબર વધુ પ્રમાણમાં હોય છે. આ સિવાય તેમાં વિટામિન બી, વિટામિન સી, સોડિયમ, પોટેશિયમ, આયર્ન અને અન્ય કેટલાક એન્ટીઓક્સીડેન્ટ પણ હોવાથી તેને ખાવાથી ગજબના ફાયદા મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ