amar jawan jyoti flame at india gate will be merged with flame at national war memorial
BIG NEWS /
શહીદોના સન્માન સમી અમર જવાન જ્યોતિ હવે ઈન્ડિયા ગેટ પર નહીં જોવા મળે? કેન્દ્ર સરકારે ખુલાસામાં શું કહ્યું?
Team VTV09:31 AM, 21 Jan 22
| Updated: 10:55 AM, 21 Jan 22
ઈન્ડિયા ગેટ પર બનેલ અમર જવાન જ્યોતિની મશાલની જ્યોત 21 જાન્યુઆરીથી બંધ થઈ જશે એવા સમાચાર સામે આવ્યા હતા. ત્યાર બાદ હવે કેન્દ્ર સરકાર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે.
શુક્રવારે આયોજિત કાર્યક્રમમાં આ મશાલને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની જ્યોતમાં ભેળવી દેવામાં આવશે. ભારતીય સેનાના અધિકારીઓએ જણાવ્યું કે સમારોહની અધ્યક્ષતા એર માર્શલ બલભદ્ર રાધા કૃષ્ણ કરશે. તેમના દ્વારા જ જ્યોત ભેળવવામાં આવશે.
બ્રિટિશ ભારતીય સૈનિકોની યાદમાં જણાવ્યું હતુ
ઉલ્લેખનીય છે કે ઈન્ડિયા ગેટ સ્મારક બ્રિટિશ સરકારે 1914-21ની વચ્ચે જીવ લેનારા બ્રિટિશ ભારતીય સૈનિકોની યાદમાં જણાવ્યું હતુ. બાદમાં અમર જ્યોતિને 1970માં પાકિસ્તાન પર ભારતની મોટી જીત બાદ યુદ્ધ સ્મારકમાં સામેલ કરવામાં આવ્યા હતા. ત્યારે ઈન્ડિયા ગેટ પરિસરમાં બનેલા રાષ્ટ્રીય સ્મારક 2019માં ઉદ્ધાટન કર્યુ હતુ.
રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં તે તમામ ભારતીય રક્ષા કર્મીઓનું નામ છે
રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં તે તમામ ભારતીય રક્ષા કર્મીઓનું નામ છે. જેમણે 1947-48થી વિભિન્ન અભિયાનોમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. પાકિસ્તાનની સાથે ગલવાન ઘાટીમાં યુદ્ધ ચીની સૈનિકોની સાથે સંઘર્ષ આતંકવાદ વિરોધી અભિયાનોમાં જીવ ગુમાવનારા સૈનિકોના નામ પણ સ્મારકો દિવારોમાં સામેલ છે.