કામની ટિપ્સ / આવી સમસ્યા થવા લાગે તો જરાય બેદરકારી ન કરતાં, તમને હોઈ શકે છે આ રોગ

Alzheimers disease causes symptoms prevention

અલ્ઝાઇમર્સ મગજના કોષોનો નાશ કરતો રોગ છે, જેની અસર યાદશક્તિ, વર્તણૂક પર થાય છે તેમજ વ્યક્તિ એક તબક્કે પોતાના ભૂતકાળને જ યાદ ન કરી શકે એ હદ સુધી વધી શકે છે. જેમાં થોડા મહિના અગાઉની ઘટનાઓ પણ સામેલ છે. ભારત અલ્ઝાઇમર્સ સામે સંઘર્ષ કરી રહ્યો છે અને આ સમસ્યા જળવાઈ રહે એવી શક્યતા છે, કારણ કે દેશમાં વયોવૃદ્ધોની વસ્તીમાં વધારો થવાની શરૂઆત થઈ છે. બહુ ઓછા પ્રમાણમાં દર્દીઓ ઔપચારિક રીતે નિદાન કરાવે છે કે સારવાર લે છે. અત્યારે પણ ઘણા લોકો ઉંમર વધવાની સાથે કુદરતી રીતે યાદશક્તિ ઓછી થાય કે ભૂલી જવાય એવું માને છે તથા અલ્ઝાઇમર્સનાં ચિહ્નોની અવગણના કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ