બનાસકાંઠા / તીડ પ્રભાવિત થરાદના વાતરાઉ ગામે પહોંચ્યા અલ્પેશ ઠાકોર

બનાસકાંઠામાં તીડને પગલે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ તીડ પર રાજકારણ રમી રહ્યા છે. આ રાજકારણમાં પોતાનો રોટલો શેકવા માટે અલ્પેશ ઠાકોર પણ જોડાયા હતા. ભાજપના નેતા અલ્પેશ ઠાકોર બનાસકાંઠાના તીડગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા. જો કે તીડ જતા રહ્યા બાદ અલ્પેશ ઠાકોર તીડ જોવા પહોંચ્યા હતા. અલ્પેશ ઠાકોરે તીડ પ્રભાવિત થરાદના વાતરાઉ ગામની મુલાકાત લીધી હતી. અલ્પેશે ખેડૂતો સાથે મુલાકાત કરીને તેમની આપવીતી જાણી હતી. હાલ તો તીડોના સમૂહે ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચાડ્યું છે. જેને લઈને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ