બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / Alpesh Kathirias statement regarding Hardik Patel's joining BJP.

નિવેદન / તમે ભાજપમાં જાઓ, પણ સમાજના 2 પ્રશ્નો પર શું કરો છો તે જોઈશું: અલ્પેશ કથીરિયાનું હાર્દિક પટેલ મુદ્દે મોટું નિવેદન

Kishor

Last Updated: 12:26 PM, 2 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસમાંથી રાજીનામાં બાદ હાર્દિક પટેલના ભગવાકરણને લઈને અલ્પેશ કથીરિયાએ નિવેદન આપ્યું છે.

  • સમાજના પ્રશ્નો અંગે અશ્વાસન સિવાય કાઇ મળ્યું નથી:અલ્પેશ કથીરિયા
  • 2 મોટા પ્રશ્નનો નિવેડો આવે તે દિશામાં કાર્યવાહી જરૂરી
  • 3 મુખ્યમંત્રી બદલાયા છતાં પ્રશ્નો ન ઉકેલાયા

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદેથી રાજીનામું આપ્યાને 16માં દિવસે આજે હાર્દિક પટેલ ભાજપમાં જોડાય રહ્યા છે. ત્યારે આ મામલે પાટીદાર અનામત આંદોલનના મોટા ગજાના નેતા અલ્પેશ કથીરિયાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે હાર્દિક પટેલને અભિનંદન પાઠવી તમે ભાજપમાં જાઓ પણ સમાજના લાંબા સમયના 2 મોટા પ્રશ્નનો નિવેડો આવે તે દિશામાં તાત્કાલિક કામ કરજો. સમાજ સેવાના નામે ભાજપમાં સામેલ થયા બાદ સમાજની વર્ષો જૂની માંગ પર તમે શુ કરો છો તે જોવું રહ્યું! તેમ અલ્પેશ કથીરિયાએ ઉમેર્યું હતું. 

રાજીનામા બાદ હાર્દિક પટેલ જોડાઈ રહ્યા છે ભાજપમાં
2015 માં ગુજરાતમાં થયેલા પાટીદાર અનામત આંદોલનથી રાજ્યમાં હાર્દિક પટેલ યુવા નેતા તરીકે ઊભરી આવ્યો હતો. ત્યારબાદ તેમણે રાજકારણમાં ડગ માંડયા હતા અને પાટીદાર અનામત આંદોલનની આગેવાની કરનાર હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવાયા હતા.આશરે દોઢથી બે વર્ષ જેટલો સમયગાળો કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકેનું પદ ભોગવ્યા બાદ કોંગ્રેસમાં પ્રજા હિતના કામો ન થતાં હોવાનું આગળ ધરી હાર્દિક પટેલે એકાએક રાજીનામું આપી દીધુ હતું. જેને પગલે ગુજરાતનું રાજકારણ ગાંડુ થયું હતું. અનેક અટકળોએ વેગ પકડ્યો હતો. આ રાજીનામાના ટુંકા ગાળામાં આજે હાર્દિક પટેલ ભાજપના રંગે રંગાઈ કેસરિયા કરી રહ્યો છે. 

સરકાર સમક્ષ અનેક વખત રજૂઆત કરાઇ
આ મામલે પાસના નેતા અલ્પેશ કથીરિયાએ મીડિયામાં નિવેદન આપતા જણાવ્યુ હતું કે, 2015 માં આંદોલન વેળાએ પાટીદાર સમાજના યુવાનો પર કેસ થયા હતા અને આંદોલન હિંસાક બનતા આશરે  14 પાટીદાર યુવકોના જીવ પણ ગયા હતા. ત્યારબાદ યુવાનો પર લગાવવામાં આવેલા કેસો પરત ખેંચવામાં આવે અને શહીદ યુવાનોના પરિવારજનોને નોકરી અપવામાં આવે આ મામલે સરકાર સમક્ષ અનેક વખત ખોળો પાથર્યો હોવા છતા આ પ્રશ્નો ઉકેલાયા નથી. આ મામલે સરકાર તરફથી અશ્વાસન સિવાય કાઇ મળ્યું નથી.અલ્પેશ કથીરિયાએ વધુમાં જણાવ્યુ હતું કે,  આંદોલન બાદ પાસ, સમાજની સંસ્થાઓ અને આગેવાનો દ્વારા અનેક વખત સરકાર સમક્ષ આ પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ રાજ્યમાં 3 જેટલા મુખ્યમંત્રી પણ બદલાયા છે છતાં આ વાયદાનો અંત આવ્યો નથી.

સમાજના પ્રશ્નો ઉકેલવાની દિશામાં કાર્યવાહી કરવી પડશે
અલ્પેશ કથીરિયાએ વધુમાં ઉમેર્યું હતું કે હવે જ્યારે હર્દિક પટેલ આ શાસક પક્ષમાં જોડાય છે. ત્યારે આ મુદ્દા ઉકેલવા તેમને સંઘર્ષ કરવો પડશે. કારણ કે, સમાજના ખંભે બેસીને રાજકીય કદ વધ્યું છે. આથી સમાજના પ્રશ્નો ઉકેલવાની દિશામાં કાર્યવાહી કરવી પડશે. સમાજસેવાના નામે ભાજપમાં જોડાવ છો તો સમાજના પ્રાણ પ્રશ્નોને વાચા આપવી પડશે અને આગામી સમયમાં પણ સમાજના પ્રશ્નો ઠેરના ઠેર જ રહેશે તો ભાજપમાં જોડાવું નિષ્ફળ સાબિત થશે તેમ અંતમાં અલ્પેશ કથીરિયાએ ઉમેર્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ