બ્રેકિંગ ન્યુઝ
VTV / alert message your account has been credited rs 267000 under govt yojana
Arohi
Last Updated: 11:51 AM, 28 August 2021
ADVERTISEMENT
જો તમારા મોબાઈલમાં પણ 'Govt Yojana' નામથી કોઈ મેસેજ આવ્યો છે તો તમે તરત સતર્ક થઈ જાઓ. કારણ કે આ મેસેજથી તમે છેતરપિંડીનો શિકાર થઈ શકો છો. હકીકતે સોશિયલ મીડિયા પર એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારી યોજના હેઠળ તમારા એકાઉન્ટમાં 2.67 લાખ રૂપિયા ક્રેડિટ કરવામાં આવ્યા છે.
ઓનલાઈન ફ્રોડ કરનાર લોકો સતત સ્માર્ટફોન યુઝર્સને છેતરપિંડીનો શિકાર બનાવે છે. તેના માટે તે રોજ નવી નવી યોજનાઓ લાવી લોકોને લોભામણી લાલચો આપે છએ. હવે આવા જ પ્રકારના એક ફ્રોડને લઈને પીઆઈબીએ ચેતાવણી આપી છે.
ADVERTISEMENT
Did you also receive a message claiming that your bank account has been credited with Rs 2,67,000 under 'Govt Yojana'?
— PIB Fact Check (@PIBFactCheck) August 26, 2021
BEWARE!
▶️This Message is #FAKE!
▶️Government of India is not running any such scheme and is not associated with this text message#PIBFactCheck pic.twitter.com/lFYHRozsKn
મેસેજમાં કરવામાં આવી રહ્યો છે આ દાવો
સરકાર 'Govt Yojana' હેઠળ તમારા એકાઉન્ટમાં 2.67 લાખ રૂપિયા ક્રેડિટ થયા છે. જો તમારે પૈસા લેવા છે તો તરત નીચેની લિંક પર ક્લિક કરો. મેસેજ હેઠળ એક લિંક આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ભારત સરકારે ઓફિશયલ ટ્વિટર હેન્ડલ પીઆઈબી ફેક્ટ ચેક (PIB Fact Check)ને જ્યારે આ મેસેજની તપાસ કરી તો ખબર પડી કે તે સંપૂર્ણ રીતે ફ્રોડ છએ. સરકારની તરફથી આ પ્રકારની કોઈ સ્કીમ નથી ચલાવવામાં આવી રહી.
PIB ફેક્ટ ચેકે કર્યું ટ્વીટ
પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરી લખ્યું કે શું તમને આ દાવો કરતો કોઈ મેસેજ મળ્યો છે કે સરકારી યોજના હેઠળ તમારા ખાતામાં 2,67,000 રૂપિયા જમા કરવામાં આવ્યા છે? જો હા તો તમે સાવધાન થઈ જાઓ. આ મેસેજ સંપૂર્ણ રીતે ફેક છે. ભારત સરકાર આવી કોઈ યોજના નથી ચલાવી રહી.
PIBએ લોકોને આપી આવી સલાહ
#PIBFactCheckમાં આ દાવો નકલી સાબિત થયો છે. PIBએ લોકોને સલાહ આપી છે કે આવી કોઈ પણ યોજનામાં એપ્લાય કરતા પહેલા સંપૂર્ણ રીતે તપાસ કરી લો. કેન્દ્ર સરકારની તરફથી શરૂ કરનાર દરે યોજનાની જાણકારી સંબંધિત મંત્રાલયની તરફથી જાહેર કરવામાં આવે છે. માટે દરેક યોજનાથી સંબંધિત મંત્રાલયની વેબસાઈટ, પીઆઈબી અને બીજા ભરોસા પાત્ર માધ્યમોમાંથી તપાસ કરીને જ અરજી કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.