બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Akash Ambani and Shloka Mehta bring their second girl child to the house in Mayback s580
Vaidehi
Last Updated: 05:19 PM, 5 June 2023
ADVERTISEMENT
અંબાણી પરિવારની નવી મેયબાક S580ની ઝલક લોકોની પહેલીવાર જોવા મળી છે. 3 કરોડની આ કારમાં આકાશ અંબાણી અને શ્લોકા મહેતા પોતાની બીજી દીકરીની ઘરે લાવ્યા હતાં.અંબાણી પરિવારની આ નવી મર્સિડીઝ મોટી સંખ્યામાં ગાર્ડસની સાથે લંબોરગિની ઉરૂસની પાછળ ટ્રાવેલ કરીને પોતાના મુંબઈનાં ઘરે પહોંચી હતી. જુઓ વીડિયો.
ADVERTISEMENT
અંબાણી પરિવારની આ ત્રીજી મેયબાક
આ ડ્યૂલ ટોન મર્સિડીઝ મેયબાક S580એ જે સેલિબ્રિટઝ પાસે મેયબાક મોડેલ છે તેમાં ઘણી દુર્લભ છે. કારણ કે અંબાણી પરિવારની આ કાર Nautic Blue and High Tech Silver શેડમાં તૈયાર થયેલી છે. અંબાણી પરિવારે આ બીજી મર્સિડીઝ મેયબાક S560ની ડેલિવરી 2021માં મેળવી હતી. હાલની આ ડ્યૂલ ટોન સિલ્વર ફિનીશ્ડ મેયબાક s580 સેડાન એ અંબાણી પરિવારની ત્રીજી મેયબાક કાર છે.
Mercedes-Maybach S580
મર્સિડીઝ મેયબાક S-Class કાર ઉચ્ચ સ્તરની લક્ઝરી ઓફર કરે છે. તેનો વ્હીલ બેઝ 180mm લાંબો છે જે આગળ બેઠેલા પેસેન્જરર્સ માટે ફાયદાકારક છે.આ કારની લંબાઈ 5.5 મીટર્સ છે. આ કારનાં દરવાજા ઓટોમેટિકલી બંધ થાય છે. આ ફીચરને Doormen ફીચર કહે છે.આ સિવાય ડ્રાયવર પાસે ડોર બટન આવેલું હોય છે જેનાથી તે આગળનાં ડોરને ઓપરેટ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.