આ રીતે અજમાનું પાણી પીવાથી 15 દિવસ થઇ જશો સ્લિમ-ટ્રીમ

By : juhiparikh 02:26 PM, 12 March 2018 | Updated : 02:28 PM, 12 March 2018
વધતા પેટ અને વજનથી દરેક લોકો પરેશાન હોય છે, જે માત્ર તમારી પર્સનાલિટીને જ નહીં પણ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ઘણું નુકસાનકારક છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, વગેરે ગંભીર બીમારીઓ વધતા વજનની દેન હોય છે.

એટલું જ નહીં વધારે વજન હોવાના કારણે બીજી બધી સ્વાસ્થ્યને લગતી તકલીફોને પણ આમંત્રણ મળે છે.  લાઇફસ્ટાઇલ એટલી બિઝી થઈ ગઈ છે કે વ્યક્તિ ઈચ્છે તો પણ કશું નથી કરી શકતી. આવામાં વજન વધવાની તકલીફ પણ શરૂ થઈ જાય છે.

તમને આજે અમે તમારી સમકક્ષ એક એવો ઘરેલું નુસખો જણાવવા જઈ રહ્યા છે જેમાં 15 દિવસમાં લગભગ 5 કિલો વજન ઓછું કરી શકશો.

આ નુસખો છે અજમાનું પાણી. જી હા, અજમાનું પાણી નિયમિત રીતે સેવન કરવાથી વધારાનું વજન ઓછું થાય છે, વધેલા પેટની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે. આ નિશ્ચિત પ્રમાણમાં અને પ્રક્રિયા હેઠળ અજમાનું પાણી તમારા માટે ઘણું કામનું છે. ખાલી પેટ અજમાનું પાણી પીવું લાભદાયી હોય છે, આવો જાણીએ કઈ રીતે..

આ રીતે તૈયાર કરો પાણી:

50 ગ્રામ અજમાને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાડી રાખો, સવારે તેને ગાળીને તેમાં એક ચમચી મધ નાખો અને પી જાવ. માત્ર 45 દિવસમાં તમારું વજન 6થી 7 કિલો ઓછું થઈ જશે. આમ તો તમને 15 દિવસમાં જ ફરક દેખાશે પણ 45 દિવસમાં તે પૂર્ણ પ્રભાવમાં હશે.

અજમાના પાણીથી વજન તો ઓછું થશે જ સાથે પાચન ક્રિયા પણ સારી બની જશે. આ સિવાય માથાના દુખાવાની ફરિયાદ હશે તો તેમાં પણ રાહત મળશે. આ પાણી ઉલટીને રોકે છે અને દાંતમાં થતી પીડાને પણ ઘટાડે છે.

અજમાનું પાણી વજન ઘટાડવા માટે પી રહ્યા છો તો તમારે કેટલીક સાવધાની રાખવાની જરૂર છે. તમારે ભાત, ફાસ્ટ ફૂટ, તળેલું ભોજન વગેરે પણ કંટ્રોલ રાખવો પડશે. તમારે રોટલીની સંખ્યામાં પણ ઘટાડો કરવો પડશે. સાથે એ પણ ધ્યાન રાખો કે ભોજન કર્યા પછી લગભગ 1 કલાક સુધી પાણી ન પીવો.
 Recent Story

Popular Story