બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Airtel Digital Tv Offers Four Platform Service Channels Available For Free Till April 14

સારાં સમાચાર / લોકડાઉનમાં TV જોતાં લોકો માટે સારાં સમાચાર, આ DTHની 4 પેડ સર્વિસ ચેનલ થઈ ફ્રી

Noor

Last Updated: 04:27 PM, 7 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતી એરટેલના DTH એરટેલ ડિજિટલ ટીવીએ તેના ગ્રાહકોને લોકડાઉનમાં ભેટ આપી છે. કંપનીએ દેશમાં લોકડાઉન દરમિયાન ચાર પ્લેટફોર્મ સર્વિસ ફ્રી આપવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસને કારણે દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન છે. જેથી 14 એપ્રિલ સુધી કોઈ જ એક્સ્ટ્રા ચાર્જ વિના એરટેલ ડિજિટલ ટીવીના 4 પ્લેટફોર્મ ચેનલ્સની સુવિધા મળશે. નોંધનીય છે કે, ટાટા સ્કાઈ અને ડિશ ટીવી જેવા અન્ય DTH ઓપરેટર્સે પણ હાલમાં જ આ નિર્ણય લીધો હતો.

  • લોકડાઉનમાં ટીવી જોતા લોકો માટે ખુશખબરી છે
  • એરટેલ ડિજિટલ ટીવીના 4 પ્લેટફોર્મ ચેનલ્સની ફ્રી મળશે
  • લોકડાઉનમાં ગ્રાહકોની સુવિધા માટે લેવાયો નિર્ણય

લોકડાઉનના મુશ્કેલ સમયમાં પોતાના ગ્રાહકોના મનોરંજન માટે ડીટીએચ ઓપરેટર્સે સપોર્ટ આપ્યો છે. કંપનીઓએ તેમના પ્રીમિયમ પ્લેટફોર્મ ફ્રી કરી દીધા છે. સૌથી પહેલાં ટાટા સ્કાયએ તેની ફિટનેસ સર્વિસને ફ્રી કરી હતી. ત્યાર બાદ ઈમરજન્સી ક્રેડિટ સર્વિસ અને 10થી વધુ પ્લેટફોર્મ ચેનલ પણ ફ્રી કરીને ગ્રાહકોને સુવિધા આપી હતી. 

કયા પ્લેટફોર્મ સર્વિસ ચેનલ્સ ફ્રી કરાયા

એરટેલ ડિજિટલ ટીવી પાસે ટાટા સ્કાય અને ડિશ ટીવીની તુલનામાં સૌથી વધુ 30 વેલ્યૂ એડેડ ચેનલ્સ છે. એરટેલ ટીવી પોતાના સબસ્ક્રાઈબરને એક મેસેજ મોકલીને જણાવી રહી છે કે કંપનાીએ ચાર પ્લેટફોર્મ અને પ્રીમિયમ સર્વિસ ચેનલ  LetsDance, AapkiRasoi, Airtel SeniorsTV અને Airtel CuriosityStream 14ને એપ્રિલ 2020 સુધી ફ્રી કરી દીધી છે. એરટેલની આ મફત સુવિધાઓ એક સપ્તાહ માટે ઉપલબ્ધ રહેશે. જ્યારે ટાટા સ્કાયે લોકડાઉનના તરત બાદ તેની સર્વિસ ફ્રી કરી દીધી હતી. 

Airtel CuriosityStream ચેનલ ગયા અઠવાડિયે જ લોન્ચ કરવામાં આવી છે અને તે 419 ચેનલ નંબર પર એક્સિસ કરી શકાશે. આ સિવાય LetsDance 113 પર, Aapki Rasoi 407 પર અને Airtel SeniorsTV 323 પર ઉપલબ્ધ છે. સબસ્ક્રાઈબર્સ તો તેનો લાભ લઈ જ શકે છે પરંતુ આનો ફાયદો એવા લોકોને પણ મળશે, જેમની પાસે સબસ્ક્રીપ્શન નથી. એ લોકો પણ ફ્રીમાં આ ચેનલ્સ જોઈ શકશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Airtel Digital TV April 14 Four Platform Free Offers Service Channels Available Good News!
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ