ભારતના સૌથી મોટા દૂરસંચાર સેવા પ્રદાકા ભારતી એરટેલએ પોતાના 4G યૂઝર્સ માટે શોનદાર ઓફર જારી કરી છે. Airtel 3G થી 4Gમાં આવનારા ગ્રાહકોને ફ્રી માં 30GB ડેટા આપી રહ્યું છે. આ ઓફર હેઠળ દરરોજ 1 GB ડેટા 30 દિવસ સુધી મળશે.
આ ઓફરને રજૂ કરતાં ભારતીય એરટેલની સીએમઓએ જણાવ્યું કે લોકો ઝડપથી 4G સ્માર્ટફોન્સ અપનાવી રહ્યા છે. લાખો ગ્રાહક 3Gથી 4Gમાં અપગ્રેડ થઇ રહ્યા છે. અમારા આ ગ્રાહકોને લાભ આપનાર સૌથી મોટા પ્રાગ્રામ્સમાંથઈ એક છે અને આ પહેલથી અમારા ગ્રાહકોને 4G સ્પીડનો અનુભવ મળશે.
આ ઓફર હેઠળ ફ્રી માં 30GB ડેટા લેવા માટે પોતાના 3G સિમને 4Gમાં કન્વર્ટ કરવું પડશે અને પછી ડેટા માટે ગ્રાહક ટોલ ફ્રી નંબર 51111 અથવા માય એરટેલ એપમાં જઇને ક્લેમ કરી શકે છે. ક્લેમ કર્યાના 24 કલાકની અંદર 30GB ફ્રીમાં ડેટા મળશે.