સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વેનો રાજકીય કરંટ વ્યાપી જવા પામ્યો છે.BJp-કોંગ્રેસના નેતાઓની રાજકોટમાં દોડધામ વધી ગઈ છે. બીજી બાજુ કોંગ્રેસ દ્વારા આંતરિક સર્વે શરૂ કરાયા છે
સૌરાષ્ટમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય કરંટ
સૌરાષ્ટ્રને સર કરવા ભાજપ-કોંગ્રેસના નેતાઓ દોડધામ
કોંગ્રેસના નેતાઓએ શરૂ કર્યો આંતરિક સર્વે
સૌરાષ્ટ્રને સર કરવા નેતાઓને દોડધામ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવ રહી છે. તેમ તેમ રાજનીતિમાં દરરોજ અલગ પ્રકારનો ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હાલ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે કે નહીં તેવી ચર્ચા વચ્ચે રાજકોટમાં કોંગ્રેસે આંતરિક સર્વે હાથ ધરવામાં આવ્યો છે. AICCના નેતાઓનો રાજકોટમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.
ભાજપ-કોંગ્રેસના નેતાઓ હરકતમાં
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રને સર કરવા માટે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ હરકતમાં આવી ગયા છે. કોંગ્રેસને ચુંટણીના સંદર્ભે આંતરિક સર્વે હાથ ધરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી કેન્દ્રીય મંત્રી સમયાંતરે સૌરાષ્ટ્રની મુલાકાતી આવી રહ્યાં છે. કહેવાઈ રહ્યું છે કે, સૌરાષ્ટ્રમાં મત પરિવર્તન વધુ હોવાનો રાજકીય પક્ષોનો મત છે. જેને લઈ ને વિવિધ પક્ષોની પાર્ટીઓ સજ્જ બની રહી છે.
AICCના નેતાઓનો આંતરિક સર્વે શરૂ
એક તરફ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમીટીના નેતાઓનો રાજકોટમાં કેમ્પમાં ધામા નાંખ્યા છે. આ તેમજ કોંગ્રેસે સૌરાષ્ટ્ર અને રાજકોટામાં ધામા નાખ્યા છે. અને એક આંતરિક સર્વે શરૂ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ પહેલા આ કમીટીમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ જોડાશે તેમ ચર્ચાઈ રહ્યું હતું.