ahmedabad riverfront sabarmati cruse boat water cycling
સુવિધા /
Video: અમદાવાદીઓ માટે રિવરફ્રન્ટમાં ક્રૂઝ બોટનું નવું નજરાણું, માત્ર 200 રૂપિયામાં માણો બોટનો આનંદ
Team VTV11:45 PM, 19 Jan 21
| Updated: 11:56 PM, 19 Jan 21
અમદાવાદીઓને હવે બોટિંગ, વોટર સાયકલિંગ, સ્પીડ બોટ, સ્કૂટર, બે જણાં બેસી શકે તેવી સાયકલ જેવી સુવિધા માટે કોઈ હિલ સ્ટેશન પર જવું નહીં પડે. અમદાવાદીઓને સાબરમતી નદીમાં સી-પ્લેન બાદ ક્રૂઝ બોટની નવી સુવિધા મળી છે.
અમદાવાદનો રિવરફ્રન્ટ સમગ્ર ગુજરાતી લોકોના ફરવાની ગમતી જગ્યામાંની એક જગ્યા બનતી જાય છે. અમદાવાદી ફરવા જાય છે ત્યારે સૌથી પહેલા રિવરફ્રન્ટ પહોંચી જાય છે. ત્યારે હવે સાબરમતી નદીમાં ક્રૂઝ બોટનું નવું નજરાણું બન્યું છે. વલ્લભસદન ખાતેના રિવરફ્રન્ટમાં એન્ટાર્કટીકા સી વર્લ્ડના બોટિંગ પોઈન્ટ દ્વારા બોટ મંગાવાઈ છે.
7 કરોડના ખર્ચે ક્રુઝ બોટ મંગાવાઈ છે. 60 બેઠકની ક્ષમતા અને સંપૂર્ણ વાતાનૂકૂલિત બોટ છે. ક્રુઝ બોટની એક ટ્રીપનો સમય 15 મિનિટનો રહેશે. માત્ર 200 રૂપિયામાં ક્રૂઝ બોટનો આનંદ લઈ શકાશે.
ક્રુઝ બોટમાં પાર્ટી પણ ઓર્ગેનાઈઝ કરવા માટેની વિચારણા ચાલી રહી છે. મહત્વનું છે કે, નવા વર્ષથી રિવરફ્રન્ટ ખાતે કિડ્સ બોટ, જેટસ્કી, રિવર ક્રૂઝ સહિતની વોટર રાઈડ શરૂ કરાઇ છે.
બોટિંગની સાથે વોટર સાઈકલિંગની મજા
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બોટિંગની સાથે વોટર સાયકલિંગ પણ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત નવી સ્પીડ બોટ, સ્કૂટર અને 2 લોકો બેસી શકે તેવી સાયકલ પણ મુકવામાં આવી છે.
જાણો ટિકિટના દરો
ક્રૂઝ બોટ(200 રૂપિયા), એકવા સાઈકલ (100 રુપિયા), જેટ સ્કી (400 રુપિયા), કિડ્સ બમ્પર બોટ (150 રુપિયા), ઝોર્બિંગ બોલ (100 રુપિયા), એકવા રોલર (100 રુપિયા) વગેરેનો સમાવેશ થાય છે.