અમદાવાદ / કોરોનાકાળમાં ધંધા-રોજગાર 'તળિયે', સરકારની યોજનાની ફિયાસ્કોની અસર પ્રોપર્ટી ટેક્સ પર

ahmedabad property tax merchant coronavirus lockdown

મેગા સિટી અમદાવાદ ગુજરાતનું રાજકીય પાટનગર તો છે. આની સાથે-સાથે આર્થિક પાટનગર પણ છે. સંપન્ન અને સુખી અમદાવાદથી ગુજરાતભરનાં નાનાં શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં સમૃદ્ધિના વાયરા વાય છે. રાજ્યના હૃદય સમાન અમદાવાદની ધડકનના આરોહ-અવરોહના પડઘા સમગ્ર રાજ્યમાં ગુંજે છે. કમનસીબે કોરોના મહામારીના પગલે અમદાવાદ ‘માંદું’ પડ્યું છે. એક પછી એક ચાર લોકડાઉનના કારણે અનલોક-૩ તરફ આગળ વધતા આ શહેરની આર્થિક રીતે એટલી કફોડી હાલત થઇ છે કે રાજ્ય સરકારની કોમર્શિયલ મિલકતના પ્રોપર્ટી ટેકસમાં ર૦ ટકા જેટલા જંગી ડિસ્કાઉન્ટની જાહેરાત બાદ પણ સખાવતી શ્રેષ્ઠીઓ અને મહાજનોના મહાનગર તરીકે દેશભરમાં પ્રસિદ્ધ ‘રાજનગર’ એટલે કે અમદાવાદમાં માત્ર અને માત્ર રપ ટકા વેપારી અને બિઝનેસમેન પ્રોપર્ટી ટેકસમાં ‘આત્મનિર્ભર’ બન્યા છે. આ બાબત કોરોનાના પ્રકોપથી શહેર પર પડેલો પ્રચંડ ફટકો જ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ