ahmedabad : Mobile has become the enemy of children's eyes
સર્વે /
માતા-પિતા મગજમાં વાત સેવ કરી રાખજો: મોબાઈલ બન્યો બાળકોની આંખોનો દુશ્મન, આંખોના નંબરના કિસ્સા ચોંકાવનારો વધારો
Team VTV12:17 AM, 26 May 22
| Updated: 12:25 AM, 26 May 22
કોરોના કાળે યુવાનો અને નાના બાળકોને ચશ્માની ભેટ આપી હોવાનું અમદાવાદની સિવિલ હોસ્પિટલના એક રિસર્ચમાં સામે આવ્યું છે.
બાળકોની આંખોના નંબરના વધ્યા કિસ્સા
ઓનલાઈન અભ્યાસની અસર હવે બાળકો પર
આંખોના નંબરના કિસ્સા 20 ટકાનો વધારો
માર્ચ 2019માં કોરોનાએ કાળો કહેર વાર્તાવતા નાછૂટકે લોકડાઉન અમલી કરવાની નોબત આવી હતી. આથી લોકડાઉનમાં લોકોએ ઘરે બેસી ટીવી જોવામાં અને મોબાઈલ મચેડવામાં ખુબ સમય પસાર કર્યો હતો. આ દરમિયાન ઓનલાઈન શિક્ષણની પહેલ શરૂ થતા બાળકોનો અભ્યાસ તો ના બગડ્યો પરંતુ સતત સ્ક્રીન ટાઈમમાં વધારો થતાં નાના બાળકોની આંખો બગડી હોવાના કિસ્સામાં ઉછાળો આવ્યો હતો. જે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના અભ્યાસમાં સામે આવ્યું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં થયેલા અભ્યાસ પ્રમાણે ૨૦ ટકા જેટલા બાળકોમાં આંખની સમસ્યાનો વધારો થયો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
આંખોની રોશનીનો દુશ્મન મોબાઈલ!
ડિજિટલ આઈ સ્ટ્રેઇનથી અનેક બાળકોને હવે ત્રણ-ચાર વર્ષ બાદની ઉંમરથી જ ચશ્મા આવી રહ્યા છે. આંખની તકલીફના કારણે બાળકોએ ફરજિયાત ચશ્મા પહેરવા પડે એવી સ્થિતિ આવી છે. સૈયદ સિરિન નામની વિદ્યાર્થીની હાલ 9 માં ધોરણમાં અભ્યાસ કરે છે.જ્યારે તે સાતમા ધોરણમાં હતી ત્યારથી ઓનલાઇન અભ્યાસની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં તેને આંખો અને માથું દુખાવાની સમસ્યા શરૂ થઈ. જેનું નિદાન કરાવ્યું હતું અને હવે ફરી એકવાર તેને આંખની સમસ્યામાં વધારો થયો છે. જેની પાછળ મોબાઈલ કારણભુત હોવાનું વિદ્યાર્થીનીએ પણ સ્વીકાર્યું હતું.
બાળકો મોબાઈલ લઈ વધું ન બેસે તેની રાખો તકેદારી
બાળકને આંખની સમસ્યામાથી ઉગારવા બાળકોએ સ્ક્રીન સામે સતત રહેવાને બદલે સમયાંતરે આંખને આરામ આપવો જોઈએ. મોબાઈલ કે લેપટોપની સામે સતત બેસી રહેવાનું ટાળવું જોઈએ અને સમય જતા આંખની પલક ઝબકાવવી જોઈએ. આ સિવાય 20-20-20 ફોર્મ્યુલા મુજબ દર 20 મિનિટે 20 સેકન્ડ માટે 20 મીટર દૂર જોઈ લેવું જોઈએ. અને જો એ શક્ય ન હોય તો 20 સેકન્ડ માટે આંખોને બંધ કરી લેવી જોઈએ. આ ઉપરાંત બાળકોને સવાર સાંજ ઘરની બહાર રમવા માટે લઈ જવા જોઈએ. તે સહિતની નિષ્ણાતો દ્વારા વાલીઓને સૂચના આપવામાં આવી છે.