બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / agneepath scheme protest 1238 people arrested in 5 states indian army bharti

BIG NEWS / અગ્નિપથની 'આગ': અત્યાર સુધીમાં 1238 લોકોની ધરપકડ, અસંખ્ય લોકો પર FIR, ઉપદ્રવીઓ પર ચાલ્યો કાયદાનો દંડો

Pravin

Last Updated: 03:40 PM, 20 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેનામાં ભરતીને લઈને જાહેર કરવામાં આવેલી અગ્નિપથ યોજનાના વિરોધમાં કેટલીય જગ્યાએ હિંસક અથડામણ અને પ્રદર્શનો થયા હતા, જો કે કાયદાએ પોતાનું કામ કરતા અસંખ્ય લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે.

  • અગ્નિપથ યોજનાના વિરુદ્ધમાં હિંસક પ્રદર્શનો થયો
  • કેટલાય રાજ્યમાં દેખાવો અને ધરપકડ થઈ
  • આ રાજ્યોમાં સૌથી વધારે અથડામણ થઈ


અગ્નિપથ યોજનાના વિરોધની આગ કેટલાય રાજ્યમાં ફેલાઈ છે. એક બાજૂ પ્રદર્શનકારીઓ સતત હિંસક થઈ રહ્યા છે, તો વળી પોલીસે પણ કાર્યવાહી ઝડપી બનાવી છે. અત્યાર સુધીમાં એક હજારથી વધારે લોકોની ધરપકડ થઈ ચુકી છે. તેમાંથી મોટા ભાગના લોકોની ધરપકડ બિહારમાં થઈ છે. તો વળી અસંખ્ય લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. આ ઉપરાંત વોટ્સએપ અને કોચિંગ સંસ્થાઓની ભૂમિકામાં પણ તપાસ ચાલી રહી છે. 

બિહાર

હિંસાથી સૌથી વધારે પ્રભાવિત મનાતા રાજ્યોમાં બિહાર સૌથી આગળ છે, જ્યાં 148 FIR નોંધાઈ છે. તો વળી 805 લોકોની ધરપકડ પણ થઈ છે. રાજ્યના અધિક મુખ્ય સચિવ ચૈતન્ય પ્રસાદનું કહેવુ છે કે, આંદોલનના નામ પર સાર્વજનિક સંપત્તિઓને નુકસાન કરનારાઓને છોડવામાં નહીં આવે. મસૌઢીમાં ચાર કોચિંગ સ્ંસ્થાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સમાચાર એવા છે કે, આ જિલ્લામાંથી 191 લોકોની ધરપકડ થઈ છે. 

તેલંગણા

ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ સંદીપ શાંડિલ્યે કહ્યું કે, બહારના અસામાજિક તત્વો સામેલ નહોતા થયા આ હુમલામાં સેનામાં નોકરીની ઈચ્છા રાખનારા તરફથી કરવામાં આવ્યા હતા. જેમણે કોચિંગ સંસ્થાઓ દ્વારા ભડકાવવામાં આવ્યા હતા. સિકંદરાબાદ રેલ્વે સ્ટેશન પર થેયલી આગની ઘટનામાં કુલ 46 લોકોની ધરપકડ થઈ છે.  

ઉત્તર પ્રદેશ

હિંસક પ્રદર્શન સાથે જોડાયેલ કેસોમાં પોલીસે 387 લોકોની ધરપકડ કરી છે. એડિશન ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ પ્રશાંત કુમારે જણાવ્યુ હતું કે, પોલીે રવિવાર સુધીમાં કુલ 34 FIR કરી છે.

ઉત્તરાખંડ

શુક્રવારે નૈનીતાલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કથિત હિંસક વિરોધ પ્રદર્શનના કારણે 300થી 400 અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે. પોલીસનું કહેવુ છે કે, યુવા પ્રદર્શનકારીઓ હિંસક થઈ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, પોલીસ અને અવરજવર કરી રહેલા લોકો સાથે ગેરવર્તણૂંક તથા હાથાપાઈ કરી રહી હતી. સાથે જ પોલીસે કહ્યું કે, પ્રદર્શનકારીઓએ સાર્વજનિક સંપત્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ