હરદોઈ શહેરના કોતવાલી વિસ્તારમાં લગ્ન બાદ પતિ કિન્નર હોવાનું બહાર આવતા યુવતીના પગ તળેથી જમીન ખસી ગઇ હતી.
હરદોઈ શહેરના કોતવાલી વિસ્તારમાં ચોંકાવનારો કિસ્સો
લગ્ન બાદ પતિ કિન્નર હોવાનું બહાર આવ્યું
સસરિયાઓ ત્રાસ આપ્યાની ફરિયાદ ઉઠી
હરદોઈ શહેરના કોતવાલી વિસ્તારમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવતીના લગ્ન 4 મહિના પહેલા શાહજહાંપુરના રહેવાસી શુભમ ત્રિપાઠી સાથે થયા હતા. જોકે લગ્ન બાદ પતિ કિન્નર હોવાનું બહાર આવતા યુવતીના પગ તળેથી જમીન ખસી ગઇ હતી. પોતાનો પતી એન્જિનિયર હોવાની ખોટી વાતો કરીને નક્કી કર્યા બાબતે છોકરીના પિતાએ પોતાની ક્ષમતા મુજબ ખર્ચ કર્યો હતો, સાથે જ તેની સ્થિતિ પ્રમાણે દહેજ પણ આપ્યું હતું, પરંતુ તેને ક્યાં ખબર હતી કે તે જે દીકરીને વિદાય કરી રહ્યો હતો.
શુભમ ત્રિપાઠીએ પોતે કિન્નર હોવાની કબૂલાત આપી
લગ્નનું નક્કી થયા બાદ હરદોઈની યુવતી લગ્ન કરીને શાહજહાંપુરમાં તેના સાસરે ગઇ હતી. આ દરમિયાન પતિ શુભમ ત્રિપાઠી હનીમૂનની રાત્રે કોઈ બહાને બહાર ચાલ્યો ગયો હતો. એક બે દિવસ નહિ તેને લાંબો સમય આ સીલસીલો ચાલુ રાખ્યો હતો. જેને લઈને યુવતીને શંકા ગઈ હતી. આથી પૂછપરછ કરતા તેના પતિ શુભમ ત્રિપાઠીએ પોતે કિન્નર હોવાની કબૂલાત આપી હતી., જે સાંભળીને યુવતી ચોંકી ગઈ હતી.
એવો પણ ચોંકાવનારો દાવો કરવામા આવી રહ્યો છે કે જ્યારે યુવતીએ તેની સાસુને તેનો પતિ નપુંસક હોવાની જાણ કરતા તે મોટા પુત્ર અભિષેક સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરતી હતી. જેનો વિરોધ કરવા પર 23 માર્ચ 2023ના રોજ યુવતીની સાસુ મીનાએ તેના રૂમમાં જેઠ અભિષેક, પતિ શુભમ અને નંદોઈ આલોક બળજબરીથી પ્રવેશ્યા અને જેઠ અભિષેકને તેમની સાથે સુવા માટે દબાણ કરવા લાગ્યા હોવાનું પણ જણાવ્યું હતું. બાદમાં સમગ્ર ઘટના પરિવારજનોને જણાવી હતી. બાદમાં આ સમગ્ર મામલે પોલીસની સહાય લેવાની નોબત આવી હતી.