બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ભારત / after retirement CJI Chandrachud will get VIP facilities, along with pension know details

જાણવા જેવું / નિવૃત્તિ બાદ પણ CJI ચંદ્રચૂડને મળશે VIP સુવિધા, સાથે પેન્શન પણ, જાણો વિગત

Megha

Last Updated: 12:51 PM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CJI ચંદ્રચુડને નિવૃત્તિ પછી વાર્ષિક રૂ. 16,80,000 પેન્શન અને મોંઘવારી ભથ્થું મળશે. એટલે કે દર મહિને 1,40,000 રૂપિયા પેન્શન મળશે. સાથે જ નિવૃત્તિ પર ગ્રેચ્યુઇટી પણ આપવામાં આવશે.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ આ વર્ષે નવેમ્બરમાં નિવૃત્ત થશે. જાણીતું છે કે તેઓ 2 વર્ષ સુધી CJIની ખુરશી સંભાળ્યા બાદ નિવૃત્ત થશે. જસ્ટિસ ચંદ્રચુડને નવેમ્બર 2022માં CJI તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એવામાં શું તમે જાણો છો CJI ચંદ્રચુડને નિવૃત્તિ પછી કેટલું પેન્શન મળશે? શું સુવિધાઓ મળશે? ચાલો જાણીએ.. 

મારી સાથે ચાલાકી નહીં...', આખરે વકીલ પર કેમ ભડકી ગયા દેશના CJI ? / Chief  Justice of India CJI DY Chandrachud warns lawyer angry over urgent listing  lawyer

CJI ચંદ્રચુડને નિવૃત્તિ પછી વાર્ષિક રૂ. 16,80,000 પેન્શન અને મોંઘવારી ભથ્થું મળશે. મહિનાની વાત કરીએ તો ચીફ જસ્ટિસને દર મહિને 1,40,000 રૂપિયા પેન્શન મળશે. આ પેન્શન ઉપરાંત મોંઘવારી ભથ્થું પણ મળશે. આ સાથે, નિવૃત્તિ પર 20 લાખ રૂપિયા સુધીની એકમ ગ્રેચ્યુઇટી પણ આપવામાં આવશે. 

CJI DY ચંદ્રચુડ નિવૃત્તિની તારીખથી આગામી છ મહિનાના સમયગાળા માટે દિલ્હીમાં Type-VII આવાસ માટે હકદાર હશે, જે રેન્ટ ફ્રી હશે. એટલે કે તેમને આ ઘરનું ભાડું ચૂકવવું પડશે નહીં. હાલમાં, વરિષ્ઠ સાંસદો અથવા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનોને સામાન્ય રીતે ફક્ત ટાઇપ-VII બંગલા જ મળે છે. નિવૃત્તિ પછી, CJI સાથે તેમના પરિવારને પણ સેન્ટ્રલ સિવિલ સર્વિસના ક્લાસ વન અધિકારી અને તેમના પરિવારની સમાન તબીબી સુવિધાઓ મળશે. 

મારી સાથે ચાલાકી નહીં...', આખરે વકીલ પર કેમ ભડકી ગયા દેશના CJI ? / Chief  Justice of India CJI DY Chandrachud warns lawyer angry over urgent listing  lawyer

CJI ચંદ્રચુડને તેમની નિવૃત્તિના દિવસથી એક ઘરેલુ નોકર, એક ડ્રાઈવર અને એક સચિવ સહાયક આજીવન મળશે. આ સિવાય CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ દેશના તમામ એરપોર્ટ પર ઔપચારિક લાઉન્જની સુવિધા પણ મળશે.

નિવૃત્તિ પછી CJI DY ચંદ્રચુડને આગામી 5 વર્ષ માટે 24X7 વ્યક્તિગત સુરક્ષા ગાર્ડ મળશે. આ સિવાય તેમના નિવાસસ્થાને 24 કલાક સુરક્ષા જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત તેઓ ફ્રી ટેલિફોન સુવિધા મેળવવા માટે પણ હકદાર બનશે. તે ટેલિફોન કે મોબાઇલ ફોન અથવા બ્રોડબેન્ડ અથવા મોબાઇલ ડેટા કે ડેટા કાર્ડ માટે દર મહિને 4,200 રૂપિયાનું વળતર પણ લઈ શકશે. 

વધુ વાંચો: 'જેલમાં જાતિ-ધર્મ આધારિત કેદીઓ સાથેનો ભેદભાવ ખતમ કરો', ગૃહ મંત્રાલયનો તમામ રાજ્યોને આદેશ

કાયદા મંત્રાલયના એક નોટિફિકેશન મુજબ, CJI આ તમામ સુવિધાઓનો અધિકાર ત્યારે જ મેળવશે જો તેઓ નિવૃત્તિ પછી અન્ય કોઈ સરકારી સંસ્થા પાસેથી આવી સુવિધાઓ ન લેતા હોય. આનો મતલબ એ છે કે જો તમે નિવૃત્તિ પછી અન્ય કોઈ પદ સંભાળો છો, તો તમને ભૂતપૂર્વ CJI તરીકે મળતી તમામ સુવિધાઓ નહીં મળે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ