after resignation of meghalaya home minister lahkmen rymbui now petrol bomb thrown at cm sangmas home
અશાંતિ /
હવે તો હદ થઈ ગઈ, બે દિવસનો કર્ફ્યૂ, ગૃહમંત્રીનું રાજીનામું અને હવે CM ના ઘરે ફેંકાયો પેટ્રોલ બોમ્બ, આ રાજ્યમાં વધી રહી છે અશાંતિ
Team VTV07:57 AM, 16 Aug 21
| Updated: 10:25 AM, 16 Aug 21
મેઘાલયમાં અશાંતિ વધતી જાય છે. પૂર્વ બળવાખોર નેતાના મૃત્યુ બાદ શિલોંગમાં વિરોધ ચાલુ છે અને અહીં બે દિવસનો કર્ફ્યુ લાદવામાં આવ્યો છે
રવિવારે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાના નિવાસસ્થાન પર પેટ્રોલ બોમ્બ હુમલો થયો હતો. જોકે, મકાન સંપૂર્ણપણે ખાલી હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી.
શિલોંગમાં અશાંતિ અને વિરોધ
પૂર્વ બળવાખોર નેતાના મૃત્યુ બાદ શિલોંગમાં અશાંતિ અને વિરોધ ચાલુ છે અને અહીં બે દિવસનો કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
વિરોધ, તોડફોડને જોતા રાજ્યના ઘણા ભાગોમાં ઇન્ટરનેટ સેવા પણ સ્થગિત કરવામાં આવી છે. શિલોંગમાં આસામના એક વાહન પર વિરોધીઓએ હુમલો કર્યો હતો જેમાં ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો હતો. શહેરના ઘણા વિસ્તારોમાં પથ્થરમારાની ઘટનાઓ પણ નોંધાઈ હતી.
શિલોંગ ન જવા માટે અપીલ
આસામના એક ઉચ્ચ પોલીસ અધિકારીએ રાજ્યના લોકોને જ્યાં સુધી કર્ફ્યુ અમલમાં ન આવે ત્યાં સુધી શિલોંગ ન જવા માટે અપીલ કરી હતી. આસામના વિશેષ ડીજી જીપી સિંહે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા શિલોંગમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આસામના લોકોને સલાહ આપવામાં આવે છે કે જ્યાં સુધી કર્ફ્યુ લાગુ ન થાય ત્યાં સુધી શિલોંગ ન જવું.
ગુહમંત્રીનું રાજીનામું
મેઘાલયમાં હિંસાની વચ્ચે ગૃહમંત્રીનું રાજીનામું આપી દેવાની ફરજ પડી હતી. મેઘાલીના પાટનગર શિલોંગમાં પણ કર્ફ્યુ લાગ્યો હતો. આ ઉપરાંત મોબાઈલ-ઈન્ટરનેટની સુવિધા 48 કલાક સુધી બંધ કરવાની ફરજ પડી હતી.