બ્રેકિંગ ન્યુઝ
VTV / After RBI's new monetary policy, these 10 banks are now offering the cheapest home loans, know
Megha
Last Updated: 03:25 PM, 10 June 2023
ADVERTISEMENT
પોતાનું ઘર બનાવવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે. જો તમે ઘર ખરીદવા જઈ રહ્યા છો અને તમને હોમ લોનની જરૂર છે, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. આરબીઆઈની મોનેટરી પોલિસી મીટિંગ પછી ઘણી બેંકોએ તેમની હોમ લોન પર વસૂલવામાં આવતા વ્યાજમાં ઘટાડો કર્યો છે. જેનો લાભ ઘર ખરીદનારા લોકોને મળશે. આવી સ્થિતિમાં, આજે અમે તમને એવી 10 બેંકો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જે તેમના ગ્રાહકોને સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે.
જણાવી દઈએ કે હોમ લોન એક પ્રકારની રિટેલ ક્રેડિટ છે. જેમાં ઘરની કુલ કિંમતને EMI એટલે કે સરળ હપ્તામાં વહેંચવામાં આવે છે. આ EMI સામાન્ય રીતે 20 વર્ષ માટે હોય છે. 20 વર્ષ સુધીના સરળ હપ્તામાં ઘરની કિંમત ચૂકવવાથી, ખરીદદારો માટે ઘર ખરીદવું સરળ બને છે.
ADVERTISEMENT
આ બેંકો પર સસ્તી હોમ લોન ઉપલબ્ધ છે
ઇન્ડિયન બેંક - 8.45 ટકાથી 9.1 ટકા
HDFC બેંક - 8.45 ટકાથી 9.85 ટકા
ઇન્ડસઇન્ડ બેંક - 8.5% થી 9.75%
પંજાબ નેશનલ બેંક - 8.6 ટકાથી 9.45 ટકા
બેંક ઓફ મહારાષ્ટ્ર - 8.6 ટકાથી 10.3 ટકા
બેંક ઓફ બરોડા - 8.6 ટકાથી 10.5 ટકા
બેંક ઓફ ઈન્ડિયા - 8.65 ટકાથી 10.6 ટકા
કર્ણાટક બેંક - 8.75 ટકાથી 10.43 ટકા
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા - 8.75 ટકાથી 10.5 ટકા
કોટક મહિન્દ્રા બેંક - 8.85 ટકાથી 9.35 ટકા
હોમ લોન લેતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
હોમ લોન લેતી વખતે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તમારે તમારી નાણાકીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તમારા ખર્ચનું સંચાલન કરવું જોઈએ. જો તમને લાગે છે કે બચત અને ખર્ચ કર્યા પછી પણ તમે દર મહિને પૈસા બચાવી રહ્યા છો, તો તમે હોમ લોન વિશે વિચારી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.