બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / અજબ ગજબ / વિશ્વ / after massive crash on stock market cryptocurrency market lost 30 percent in a week

ઓહ બાપરે! / શેરબજાર બાદ રોકાણકારોને ક્રિપ્ટોમાં પણ રડવાનો વારો આવ્યો, અઠવાડિયામાં 30 ટકાનું ધોવાણ

MayurN

Last Updated: 01:39 PM, 18 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ પખવાડિયામાં શેરબજારમાં લાલ નિશાના પર જ રહ્યું છે ત્યારે ક્રિપ્ટો માર્કેટ પણ ડૂબવા પર આવ્યું છે. 7 દિવસમાં ક્રિપ્ટો માર્કેટમાં પણ 35 ટકાનો ઘટાડો જોવા મળ્યો

  • આજે સવારે જ ક્રિપ્ટોમાં જોવા મળ્યો 5 ટકાથી વધુ ઘટાડો 
  • 1 લાખ કરોડ ડોલરથી નીચે આવી ગઈ ક્રિપ્ટોકરન્સીની માર્કેટ કેપ 
  • મે 2020 બાદ આ સૌથી ખરાબ પ્રદર્શન

શેરબજાર અને ક્રિપ્ટો બન્ને ડૂબ્યા  
આ અઠવાડિયું વિશ્વભરના શેરબજારો માટે વર્ષનું સૌથી ખરાબ વિક રહ્યું હતું. અમેરિકી બજાર હોય કે ભારતીય શેરબજાર. આ સપ્તાહે નિફ્ટી અને ડાઉ જોન્સ 52 સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યા છે. છેલ્લા છ દિવસમાં એકલા ભારતીય શેરબજારમાં રોકાણકારોને રૂ.18 લાખ કરોડ ડૂબ્યા છે. આ જ હાલત ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં પણ રહી છે. અહીં પણ આખું અઠવાડિયું હાહાકાર મચ્યો છે.

ક્રિપ્ટો માર્કેટમાં સર્જાયું બ્લડબાથ 
આ અઠવાડિયે ક્રિપ્ટોકરન્સીની કુલ માર્કેટ કેપ પણ 1 લાખ કરોડ ડોલરથી નીચે આવી ગઈ હતી. છેલ્લા 7 દિવસમાં ક્રિપ્ટોકરન્સીની માર્કેટ કેપ લગભગ 30,000 મિલિયન ડોલર એટલે કે 22 લાખ કરોડ રૂપિયાથી વધુ ધોવાઇ ગઈ છે. 7 દિવસની અંદર જ સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇન અને બીજા નંબરની સૌથી મોટી કરન્સી ઇથેરિયમ 30 ટકાથી વધુ તૂટી ગઇ છે. આના પરથી અંદાજો આવી શકે છે કે આ અઠવાડિયે ક્રિપ્ટો માર્કેટમાં કેટલું બ્લડ બાથ થયું હતું.

માર્કેટકેપ ઘટ્યું 
ક્રિપ્ટોકરન્સીની માર્કેટ કેપ 10 જાન્યુઆરીએ 1.187 લાખ કરોડ રૂપિયા હતી. આજે શનિવારે તે ઘટીને 88,000 કરોડ ડોલર થઈ ગઈ છે. ટોચની દસ કરન્સી તેમની ઉંચી સપાટીથી 70 ટકા તૂટી ગઈ છે. આ સપ્તાહે અમેરિકી શેર બજાર ડાઉ જોન્સ પણ 30,00ના સ્તરની નીચે ગયું છે. મે 2020 બાદ આ સૌથી ખરાબ પ્રદર્શન છે.

બિટકોઇન આજે 5 ટકાથી વધુ ગગડ્યું 
વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇન ગગડીને 20,000 ડોલરની નીચે
પહોંચી ગઇ છે. આજે શનિવારે એક બિટકોઈનની કિંમત 19,150 ડૉલરની આસપાસ ટ્રેડ થઈ રહી છે. તે તેના ઉચ્ચ સ્તર એટલે કે નવેમ્બર 2021 ના સ્તરથી 65 ટકાથી વધુ તૂટી ગયો છે. છેલ્લા સાત દિવસમાં જ કરન્સીમાં લગભગ 30 ટકાનો ઘટાડો થયો છે.

ઇથેરિયમ છેલ્લા 7 દિવસમાં 35 ટકા તૂટ્યું
બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી ઇથેરિયમમાં છેલ્લા 7 દિવસમાં 35 ટકાનો ઘટાડો થયો છે. નવેમ્બરની સર્વોચ્ચ સપાટીથી, ચલણ લગભગ સાડા ચાર ગણું ઘટી ગયું છે. આજે શનિવારે તે 1000 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે. નવેમ્બર 2021 માં તે 4,600 ડોલર પર ચાલી રહ્યો હતો.

ડોગેકોઇનની હાલત એકદમ ખરાબ 
માર્કેટ કેપની દ્રષ્ટિએ વિશ્વની 10મી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી ડોગેકોઇનની સ્થિતિની દ્રષ્ટિએ ડોગેકોઇનની હાલત ખરાબમાંથી અતિ ખરાબમાં બદલાઇ ગઇ છે. તેના ઊંચા સ્તરેથી કરન્સી 80 ટકાથી વધુ નીચે આવી છે. જો તમે ઓગસ્ટ 2021 માં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો તે આજે લગભગ 15,000 અથવા તેનાથી ઓછું થઈ ગયું હોત.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ