બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / After 54 years of marriage, a 70-year-old woman gave birth to a son

રાજસ્થાન / લગ્નના 54 વર્ષે ઘરમાં પારણું બંધાયું: 70 વર્ષની મહિલાએ દીકરાને આપ્યો જન્મ, પૂર્વ સૈનિક છે પતિ

Megha

Last Updated: 04:53 PM, 9 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનમાં આ પહેલો કિસ્સો છે જ્યાં 70 વર્ષની વૃદ્ધ મહિલાએ સંતાનને જન્મ આપ્યો હોય.

  • લગ્નના 54 વર્ષ પછી દંપતીનાં ઘરમાં કિલકારી ગુંજી
  • રાજસ્થાનમાં આ પહેલો એવો કિસ્સો છે
  • મહિલાની ઉંમર 70 વર્ષ છે અને તેના પતિની ઉંમર 75 વર્ષ છે.

રાજસ્થાનનાં અલવરમાં સોમવારે એક વૃદ્ધ દંપતીનાં ઘરેથી ખુશખબર સામે આવી છે. જ્યાં લગ્નના 54 વર્ષ પછી દંપતીનાં ઘરમાં કિલકારી ગુંજી છે. મળતી જાણકારી અનુસાર બાળકને જન્મ આપનારી મહિલાની ઉંમર 70 વર્ષ છે અને તેના પતિની ઉંમર 75 વર્ષ છે. બંને છેલ્લા 54 વર્ષથી લગ્ન બંધનમાં બંધાયેલા છે અને લગ્નના આટલા વર્ષ પછી હવે બંનેને પહેલી સંતાનની પ્રાપ્તિ થઇ છે. ડોક્ટરનું કહેવું છે કે આઇવિએફની મદદથી મહિલાએ સંતાનને જન્મ આપ્યો હતો અને ડોક્ટરનો દાવો છે કે રાજસ્થાનમાં આ પહેલો એવો કિસ્સો છે જ્યાં આટલી મોટી ઉંમરે કોઈ મહિલાએ બાળકને જન્મ આપ્યો હોય. જો કે આ ટેકનીકથી ભરેલ દુનિયામાં આ ઉંમરે ઘણાં દંપતીઓ માતા-પિતા બની ચુક્યા છે. ત્યાં જ અલવરના દંપતીનું કહેવું છે કે કે આટલી ઉંમરે અમે માતાપિતા બન્યા તેની ખુશી અમે શબ્દોમાં કહી નથી શકતા. 

રાજસ્થાનમાં આ પહેલો કિસ્સો
તમને જણાવી દઈએ કે આઇવિએફ ટેકનીકનાં જાણકાર લોકોનું માનવું છે કે દેશભરમાં આ ઉંમરની મહિલાએ બાળકને જન્મ આપ્યો એવા ઘણાં ઓછા કિસ્સા બને છે. જો કે રાજસ્થાનમાં આ પહેલો કિસ્સો છે જ્યાં 70 વર્ષની મહિલાએ સંતાનને જન્મ આપ્યો હોય. 

1968 થી રાહ જોઈ રહ્યા હતા 
બાળકના પિતા ગોપીચંદ જે સેનામાં સૈનિક તરીકે ફરજ નિભાવતા હતા એમનું કહેવું છે કે તેમના આંગણે એક સંતાન આવે તેની રાહ તે લોકો 1968થી જોઈ રહ્યા હતા. એમને જણાવ્યું હતું કે 1983માં સેનામાંથી રીટાયર થયા પછી તેની પત્નીને લઈને તેઓ દેશભરના લગભગ બધા ડોકટરો પાસે જાંચ કરાવી લીધી હતી પણ સંતાનનું સુખ નહતું મળી રહ્યું, એ પછી થોડા સંબંધીઓએ આઇવીફ વિશે જાણકારી આપી હતી અને અંતે 70 વર્ષની ઉંમરે તેને પોણા ત્રણ કિલોના બાળકને જન્મ આપ્યો હતો. 

આઇવીફની મદદથી આપ્યો જન્મ 
આઇવીએફને જ ટેસ્ટ ટ્યુબ બેબીના નામે જાણવામાં આવે છે. ટેસ્ટ ટ્યુબ બેબીને લઈને સરકારે આસિસ્ટેડરીપ્રોડકટીવીટી ટેકનિક કાનૂન લાગુ કરી દીધું છે. જેમાં 50 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ ટેસ્ટ ટ્યુબ બેબીથી મા નહીં બની શકે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ