બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / acid attack on kanhaiya kumar

UP ELECTION / કોંગ્રેસ કાર્યાલયમાં કનૈયા કુમાર પર ફેંકવામાં આવ્યું એસિડ, પોલીસે ત્યાંને ત્યાં દબોચી લીધો

Pravin

Last Updated: 06:09 PM, 1 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપી કોંગ્રેસના કાર્યાલયમાં કનૈયા કુમારના વિરોધમાં નારેબાજી કરતા એક યુવકે તેના પર શાહીમાં કેમિકલ ભેળવીને ફેંક્યું હતું.

  • UPમાં પ્રચાર કરવા માટે કનૈયા કુમાર ગયો હતો
  • કોંગ્રેસ કાર્યાલય પર કનૈયા પર એસિડ અટેક કર્યો
  • પોલીસે દબોચી લીધો

યુપી કોંગ્રેસના કાર્યાલયમાં કનૈયા કુમારના વિરોધમાં નારેબાજી કરતા એક યુવકે તેના પર શાહીમાં કેમિકલ ભેળવીને ફેંક્યું હતું.આ દરમિયાન બચાવ કરવા ઉતરેલા બે સમર્થકો ઘાયલ થઈ ગયા હતા. આ ઘટનાથી પીસીસીમાં ભાગદોડ મચી ગઈ હતી. તો વળી આરોપી યુવકને પોલીસે દબોચી લીધો છે. જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. એડીસીપી મધ્ય રાઘવેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે, આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. દેવાંશ વાજપેયી પુત્ર સંજય વાજપેયી બાગહમનારાયણ ચૌકનો રહેવાસી છે. તેણે જણાવ્યું કે, કનૈયા કુમાર દેશી વિરોધી વાતો કરે છે. આરોપીએ કેમિકલમાં શાહી ભેળવી હોવાની વાત પણ સ્વિકારી છે. 

તો વળી કનૈયા કુમાર અને તેના સમર્થકોનું કહેવું છે કે, તેનાથી ચહેરા અને શરીર પર બળતરા થઈ રહી છે. કેમિકલ ફેંકનારા દેવાંશ વાજપેયીને કનૈયાના સમર્થકોએ પકડી લીધો અને પોલીસના હવાલે કરી દીધો હતો. આરોપી યુવકનું કહેવું છે કે, કનૈયા દેશદ્રોહી છે. તેનો પ્રોગ્રામ લખનઉમાં શા માટે થવો જોઈએ. જે દેશનો નહીં તે અમારો કેવી રીતે હોઈ શકે.

મંગળવારે કોંગ્રેસ કાર્યાલયમાં એક કાર્યક્રમ હતો. લોકો કનૈયા કુમારની રાહ જોઈ રહ્યા હતા. કનૈયા આ કાર્યક્રમમાં મોડો પહોંચ્યો હતો. જેવો તે મંચ પર આગળ વધ્યો કે, અમુક યુવકોના ગ્રુપે તેના પર કેમિકલ જેવું લિક્વિડ ફેંક્યું. તેનાથી અફરાતફરી મચી ગઈ હતી. લોકો આમતેમ ભાગવા લાગ્યા હતા. એક પ્રદર્શનકારીએ દેવાંશ વાજપેયીને ત્યાં જ પકડી પાડ્યો હતો. કોંગ્રેસનો આરોપ છે કે, આ કામ એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું છે. તે કોંગ્રેસનો આ કાર્યક્રમ થવા દેવા માગતા નથી. તેઓ નથી ઈચ્છતા કે, લોકતાંત્રિક રીતે કોઈ પોતાની વાત રજૂ કરી શકે. કનૈયા ક્યાંક લોકોની વચ્ચે હિરો ન બની જાય તે વાતનો ડર સતાવી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ