બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 07:40 PM, 6 April 2022
ADVERTISEMENT
ઘણા લોકોના હાથ અથવા પગમાં કાળા દોરા બાંધેલા જોયા હશે. લોકો અનુસાર તેના અલગ અલગ કારણ હોય છે અને વિવિધ માન્યતાઓ હોય છે. અમુક લોકોનું માનવું છે કે કાળો દોરો બાંધવાથી નકારાત્મક્તા તેમનાથી દૂર રહે છે. કહેવાય છે કે તેનાથી નજર નથી લાગતી તો અમુક હાથ પગના દુખાવાના નિવારણના કારણ આપતા કાળા દોરા બાંધવાનું પસંદ કરે છે. ત્યાં જ ગ્રહોંની દિશા અને રાશિના આધાર પર પણ કાળો દોરો બાંધવામાં આવે છે.
આ બે રાશીઓએ ન બાંધવા જોઈએ કાળો દોરો
વૃશ્ચિક
માનવામાં આવે છે કે વૃશ્ચિક રાશિ પર મંગળ ગ્રહનું આધિપત્ય હોય છે. મંગળ ગ્રહને ધાર્મિક માન્યતાઅનુસાર મંગળ દેવ પણ કહે છે. મંગળ ગ્રહનું કાળા રંગ સાથે દુષ્મની માનવામાં આવે છે. તેના કારણે આ રાશિના જાતકોને કાળો દોરો ન પહેરવાની સલાહ આપવામાં આવે છે.
ADVERTISEMENT
મેષ
વૃશ્ચિક રાશિની જ જેમ મેષ રાશિના સ્વામી પણ મંગળ દેવ અથવા મંગળ ગ્રહ છે. કાળા રંગથી મંગળ દેવ નારાજ થઈ જાય છે માટે મેષ રાશિના લોકોને પણ હાથ અથવા પગમાં કાળો દોરો ન બાંધવો જોઈએ. આટલું જ નહીં માનવામાં આવે છે કે આ રાશિના લોકો જો કાળો દોરો પહેરે તો જીવનમાં મુશ્કેલીઓ ઘણી વધી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.