AAP roared but not rained? You will be shocked to know the number of seats in VTV EXIT POLL
એગ્ઝિટ પોલ /
AAP ગાજ્યું પણ વરસ્યું નહીં? VTV EXIT POLL માં બેઠકોનો આંકડો જાણી ચોંકી જશો
Team VTV02:41 PM, 06 Dec 22
| Updated: 04:16 PM, 06 Dec 22
ગુજરાતની 182 વિધાનસભાની બેઠકો પર ભાજપ, કોંગ્રેસને કેટલી બેઠક મળશે તેનો VTVના એગ્ઝિટ પોલમાં અનુમાન લગાવવામાં આવી રહ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં ભાજપને સૌથી વધુ બેઠક મળવાનું અનુમાન
VTVના એગ્ઝિટ પોલમાં ભાજપને 26 બેઠક મળવાનું અનુમાન
35 બેઠકમાંથી 26 બેઠક ભાજપને મળવાનું અનુમાન
ગુજરાતની 182 વિધાનસભાની બેઠકો પર ભાજપ, કોંગ્રેસને કેટલી બેઠક મળશે તેનો VTVના એગ્ઝિટ પોલમાં અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપને પૂર્ણ બહુમતી મળતી હોય તેવું એગ્ઝિટ પોલમાં અનુમાન લગાવવામાં આવ્યું છે. ગુજરાતમાં ભાજપને 182 માંથી 112 બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જ્યારે કોંગ્રેસને 57 બેઠકો મળવાનો એગ્ઝિટ પોલમાં અનુમાન લગાવવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીને 7 બેઠક મળવાનો એક્ઝિટ પોલમાં અનુમાન લગાવ્યું છે. તેમજ અન્યને 7 બેઠક મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ભાજપને 35 માંથી 26 બેઠકો મળશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીએ પૂર્ણ થતા સૌ કોઈ કોણ સત્તા પર આવશે અને કોને કેટલી સીટો મળશે તેનાં ગણિતમાં લાગી ગયા છે અને તમામ એજન્સીઓના સર્વેમાં ગુજરાતમાં એક તરફી ચૂંટણી થઈ હોવાનું સામે આવી રહ્યું છે અને ભાજપની ટક્કરમાં કોઈ પાર્ટી નથી. ત્યારે VTV NEWS દ્વારા પણ ગુજરાતભરમાં સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાં ક્યા કઈ પાર્ટીને કેટલી બેઠકો મળવાનું અનુમાન છે. VTVના એગ્ઝિટ પોલમાં દક્ષિણ ગુજરાતમાં ભાજપને 35 માંથી 26 બેઠકો મળવાનું અનુમાન છે. જેમાં ભાજપને 26, કોંગ્રેસને 6, AAP ને 2 જ્યારે અન્યને 1 બેઠક મળવાનું અનુમાન.
સીટ વાઈઝ ભાજપને ક્યાં કેટલી સીટ મળી
VTV NEWS દ્વારા કરવામાં આવેલ સર્વેમાં દક્ષિણ ગુજરાતમાં કુલ 35 સીટો પરથી ભાજપને 26 અને કોંગ્રેસને 6 અને આપને 2 જ્યારે અન્યને 1 સીટ મળશે. જેમાં વલસાડમાં ભાજપને 5 સીટ જ્યારે કોંગ્રેસને ફાળે એકપણ સીટ મળી નથી. નવસારીમાં ભાજપને 3 અને 1 કોંગ્રેસને, તાપીમાં ભાજપને 1 અને કોંગ્રેસને 1, સુરતમાં ભાજપને 13 અને કોંગ્રેસને 2 જ્યારે આપને 1 બેઠક મળશે. ભરૂચમાં ભાજપને 3 અને કોંગ્રેસને 1 અને અન્યને 1 બેઠક મળશે. નર્મદામાં ભાજપને એકપણ બેઠક મળવા પામી નથી. જ્યારે કોંગ્રેસ તેમજ આપને એક બેઠક મળી છે. ડાંગમાં ભાજપને 1 બેઠક મળવા પામી છે.