બ્રેકિંગ ન્યુઝ
કાર્ડ-આધાર કાર્ડને લિંક કરવાની તારીખ વધારવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ આ કામ ઓનલાઈન કેવી રીતે કરવું તે સમજવું મહત્વપૂર્ણ છે. જો તમને ખબર નથી કે પાન આધાર સાથે લિંક છે કે નહીં, તો તે ઓનલાઇન પણ જોઈ શકાય છે.
ADVERTISEMENT
કેવી રીતે ચેક કરવું કાર્ડ-આધાર કાર્ડ લિંક છે કે નહીં
પહેલા આવકવેરાની વેબસાઇટ પર જાઓ. ક્વિક લિંક્સ પર Link Aadhaarનો વિકલ્પ દેખાશે કે જેના પર ક્લિક કરો. હવે એક નવું પેજ તમારી સામે ખુલશે. તમને સામેની સ્ક્રીનની સૌથી ઉપર એક હાયપરલિંક દેખાશે. તમે તેના પર ક્લિક કરો. હાયપરલિંક પર ક્લિક કર્યા પછી, એક પેજ ખુલે છે જ્યાં તમને પાન અને આધાર નંબર પૂછવામાં આવે છે. નંબર દાખલ કર્યા પછી, તમે સ્થિતિ જોશો કે તે લિંક છે કે નથી.
ADVERTISEMENT
જો લિંક નથી તો કેવી રીતે લિંક કરશો પાન અને આધાર કાર્ડ
ADVERTISEMENT
સ્ટેટસ ચેક કર્યા પછી જો લિંક ન હોય તો તમે ઘરે બેઠા ઓનલાઈન આ કામ કરી શકો છો. સૌથી પહેલા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ ઉપર જાઓ. www.incometaxindiaefiling.gov.in 'Quick links' વિકલ્પમાં 'Link Aadhaar' પર ક્લિક કરો. આવે તમારા કમ્પ્યુટરમાં નવું પેજ ખુલશે. અહીં તમને પાન અને આધાર નંબર પૂછવામાં આવે છે. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ફોર્મ સબમિટ કરી દીધા પછી તમારું પાન અને આધાર કાર્ડ લિંક થઇ જશે.
ADVERTISEMENT
SMSથી કેવી રીતે લિંક થશે પાન અને આધાર કાર્ડ?
જો તમારો પાન અને આધાર લિંક થયેલ નથી, તો પછી તમે રજિસ્ટર્ડ મોબાઈલના મેસેજ દ્વારા આ કરી શકો છો. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી UIDPAN ટાઈપ કરો, પછી 12 અંકનો આધાર નંબર લખો, પછી 10 અંકનો પાન નંબર લખો અને તેને 567678 અથવા 56161 પર મોકલો. મેસેજ લખતી વખતે સ્પેસનો ઉપયોગ ન કરો.
ADVERTISEMENT
અહીં જરૂરી છે કે તમારા પાન અને આધારના નામના અક્ષરો સાચા હોય. જો બંનેના અક્ષરોમાં તફાવત હશે તો લિંક થશે નહીં.જો પાનમાં સુધારો કરવો હોય તો તમે તેને NSDLની વેબસાઈટ જઈને સુધારી શકો છો. જો આધારની ઇન્ફોર્મેશનમાં કોઈ સુધારો કરવો હોય તો તમે UIDAIની વેબસાઈટ ઉપર જઈને તેને સુધારી શકો છો. આ પ્રક્રિયા ઓનલાઇન છે જે OTP વડે આસાનીથી સુધરી શકે છે. આમ પાન અને આધારની માહિતી મેચ થાય છે તેવું એક વખત ચેક કરી લો.
પાન કાર્ડ અમાન્ય થઈ જાય તો શું નુકશાન થાય?
ADVERTISEMENT
જો 31 માર્ચ 2021 સુધી પાન કાર્ડ લિંક ન કરવામાં આવે તો તે અમાન્ય થઇ જશે. આ સ્થિતિમાં તમને ઇન્કમ ટેક્સના રિટર્ન ભરવામાં પરેશાની આવશે. 50 હજારથી વધુના ટ્રાન્સેક્શન નહીં થાય કારણ કે તે માટે પાનની જરૂર પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.