A total of three GPSC Class 1 & 2 exams postponed due to Junior Clerk Exam
BIG BREAKING /
જુનિયર ક્લાર્કની પરીક્ષાના કારણે GPSC ક્લાસ 1 અને 2ની કુલ ત્રણ પરીક્ષાઓ મોકૂફ, આયોગે કરી સત્તાવાર જાહેરાત
Team VTV02:38 PM, 07 Mar 23
| Updated: 02:49 PM, 07 Mar 23
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં આગામી મહિનામાં યોજાનારી GPSC ક્લાસ 1 અને 2ની કુલ ત્રણ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.
GPSCની પરીક્ષા મોકૂફ રખાઈ
2, 9, 16 એપ્રિલે યોજાનાર પરીક્ષા મોકૂફ
જુનિયર ક્લાર્કની પરીક્ષાના કારણે લેવાયો નિર્ણય
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી એપ્રિલ મહિનામાં યોજાનાર 3 પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. આ અંગે ગુજરાત જાહેર સેવા આયોગના સંયુક્ત સચિવ દ્વારા પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે.
ત્રણ પરીક્ષા મોકૂફ
જેમાં જણાવ્યા અનુસાર, ગુજરાત પંચાયત સેવા પસંગી મંડળ દ્વારા તારીખ 09 એપ્રિલ 2023ના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે આયોગ દ્વારા તા 02, 09 અને 16 એપ્રિલ 2023ના રોજ યોજાનાર ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ- 1/2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.
આગામી દિવસોમાં નવી તારીખોની જાહેરાત થશે
પરિપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, નવી તારીખ આયોગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. સાથે જ તેમાં આયોગની વેબસાઇટ જોતા રહેવાની વિનંતી કરવામાં આવી છે.
9 એપ્રિલે લેવાશે જુનિયર ક્લાર્કની પરીક્ષા
આપને જણાવી દઈએ કે, પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ યોજશે. પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવી હતી જે બાદ પરીક્ષાની ફાઈનલ તારીખ જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે, સંભવિત તારીખ અંગે અગાઉ હસમુખ પટેલે ટ્વીટ કરી માહિતી આપી હતી.
1181 ખાલી માટે ભરતી પરીક્ષા
1181 ખાલી જગ્યા પર યોજાનાર જુનિયર ક્લાર્કની પરિક્ષા મોકૂફ રખાઈ હતી. જૂનિયર ક્લાર્ક પરીક્ષાનું વડોદરાથી પેપર લીક થયું હતું. જેને લઈને 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ હતી. બીજી બાજુ પેપરલીક કાંડમાં ATSએ કુલ 16 આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. જે બાદ આગામી 100 દિવસમા ફરી પરીક્ષા લેવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. એટલું જ નહિ નવી પરીક્ષામા ઉમેદવારો વિનામુલ્યે પરીક્ષા કેન્દ્ર પર જઈ શકશે તેવું પણ બોર્ડે જણાવ્યું હતું. ત્યારે આજે પરીક્ષાની તારીખ જાહેર કરી છે
કેમ રદ્દ થઈ હતી પરીક્ષા?
પરીક્ષાના પ્રશ્ન પત્ર સાથે એક વ્યક્તિની ધરપકડ કરાયા બાદ આ પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. મંડળ દ્વારા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર ન જવા અપીલ કરાઈ હતી. રાજ્યના કુલ 2,995 પરીક્ષા કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા યોજાવાની હતી. પરંતુ આ પરીક્ષાનું અચાનક પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થયા બાદ રદ કરવામાં આવી હતી. આ અંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો.
હૈદરાબાદની પ્રિન્ટીંગ પ્રેસમાંથી લીક થયું હતું પેપર
અગાઉ ગુજરાત ATS જણાવ્યું હતું કે, હૈદરાબાદના પ્રિન્ટીંગ પ્રેસમાંથી પેપરલીક થયું હતું તેમજ મુખ્ય આરોપી પ્રદીપ નાયક પેપર લઈ વડોદરા આવ્યો હતો તેમણે કહ્યું કે, અન્ય એક આરોપી કેતન બારોટ અમદાવાદનો વતની હતો. ગુજરાત ATSને પેપરલીક અંગે માહિતી મળી હતી. ATS જણાવ્યું કે, 4 દિવસથી ગુજરાત ATS ઈનપુટ એકત્રિત કરી રહ્યું હતું અને ગુજરાતના વિવિધ શહેરમાં ATSની ટીમો કાર્યરત હતી. કેતન અને ભાસ્કર નામના 2 આરોપીની 2019માં ધરપકડ કરવામાં આવી હતી. CBIએ 2019માં બન્ને આરોપીની ધરપકડ કરી હતી. પેપરલીક મામલે વડોદરાના સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસને સીલ કરાયો છે. સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસીસમાંથી આરોપીને ATSએ ઝડપી પાડ્યો હતો.