બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / A new variant of corona turned out to be fatal, 3 people died here, cases increased in the country
Vishal Khamar
Last Updated: 10:42 PM, 25 December 2023
ADVERTISEMENT
કોરોના વાયરસે ફરી એકવાર દસ્તક આપી છે. આ વખતે કોરોના JN.1નું નવું વેરિઅન્ટ મુશ્કેલીઓ વધારી રહ્યું છે. ભારતમાં પણ તેના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. કર્ણાટકમાં સોમવારે 34 કેસ નોંધાયા હતા, જ્યારે ત્રણ દર્દીઓના પણ મોત થયા હતા. બીજી તરફ કેરળમાં કોરોનાનો ધડાકો થયો છે. કારણ કે, રાજ્યમાં એક દિવસમાં 115 નવા કેસ નોંધાયા છે.
નવા JN.1 વેરિઅન્ટને કારણેત્રણ લોકોના મોત
કર્ણાટકના આરોગ્ય અને પરિવાર કલ્યાણ સેવા વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં JN.1 વેરિઅન્ટના કુલ 34 કેસ મળી આવ્યા છે. તેમાંથી, બેંગલુરુમાં 20 કેસ, મૈસુરમાં ચાર કેસ, માંડ્યામાં ત્રણ કેસ અને રામનગરા, બેંગલુરુ ગ્રામીણ, કોડાગુ અને ચામરાજા નગરામાં એક-એક કેસ નોંધાયા છે. નવા JN.1 વેરિઅન્ટને કારણે ત્રણ લોકોના મોત પણ થયા છે.
ADVERTISEMENT
કેરળમાં કોવિડનાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1749 થઈ
કેરળની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 115 નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોવિડના કુલએક્ટિવ કેસની સંખ્યા વધીને 1,749 થઈ ગઈ છે. જો કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વાયરસને કારણે કોઈ મૃત્યુ નોંધાયું નથી.
JN.1 સબ-વેરિયન્ટ શું છે?
JN.1 સબ-વેરિઅન્ટને પહેલીવાર ઓગસ્ટમાં ઓળખવામાં આવ્યું હતું. તે BA.2.86 થી બનેલ છે, જે Omicron ના પેટા પ્રકાર છે. 2022 ની શરૂઆતમાં, BA.2.86 એ કોરોના કેસોમાં વધારો થવાનું કારણ હતું. BA.2.86 વ્યાપકપણે ફેલાઈ ન હતી, પરંતુ તે નિષ્ણાતોને ચિંતિત કરે છે કારણ કે BA.2.86 તેના સ્પાઈક પ્રોટીનમાં વધારાના પરિવર્તનો ધરાવે છે અને JN.1 પણ તેના સ્પાઈક પ્રોટીનમાં વધારાનું પરિવર્તન ધરાવે છે.
નિષ્ણાતો કહે છે કે વૈશ્વિક સ્તરે કેસોમાં વધારો સૂચવે છે કે JN.1 – ઓમિક્રોનનું પેટા-ચલ – મજબૂત રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને પણ સરળતાથી ચેપ લગાવી શકે છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (સીડીસી) એ તેને યુ.એસ.માં સૌથી ઝડપથી વિકસતા પ્રકાર તરીકે વર્ણવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.