ઉત્તર પ્રદેશનાં બદાયૂં જીલ્લામાં લગ્નના 16 વર્ષ બાદ ચાર બાળકોની માતા પ્રેમી સાથે ભાગી નીકળી. જાણો શું છે આ સમગ્ર મામલો
લગ્નના 16 વર્ષ બાદ ભાગી ચાર બાળકોની માતા
પ્રેમી સાથે કર્યા લગ્ન
પતિએ નોંધાવી ફરિયાદ
લગ્નના 16 વર્ષ બાદ ભાગી ચાર બાળકોની માતા
ઉત્તર પ્રદેશનાં બદાયૂં જીલ્લામાં એક ચોંકાવનાર ઘટના સામે આવી આવી છે. અહી એક મહિલા 16 વર્ષ સુધી પોતાના પતિ સાથે રાજીખુશીથી રહેતી હતી. આ દરમિયાન તેણે ચાર બાળકને જન્મ પણ આપ્યો હતો. પતિ સાથે રહેતી વખતે મહિલાની નજર એક બીજા વ્યક્તિ પર પડી ગઈ હતી. ધીરે ધીરે બંને એકબીજાને દિલ આપી બેસ્યા. મહિલાને પ્રેમી સામે ન તો પોતાના પતિની ચિંતા થઇ કે ન તો પોતાના બાળકોની.
પતિએ નોંધાવી ફરિયાદ
મહિલા હવે પતિને છોડીને પ્રેમી સાથે રહેવા માંગતી હતી અને એક દિવસે તે બાળકો, પતિ અને નળંદને બેભાન કરીને પ્રેમી સાથે ભાગી નીકળી. ત્યાર બાદ પોલીસ સ્ટેશન પહોંચીને પતિએ પોપ્તાની પત્ની વિરુદ્ધ ઘમ્ભીર આરોપો લગાવતા ફરિયાદ નોંધાવી હતી. મહિલાનાં ઘરથી ભાગવાનાં સમાચાર છાપાઓમાં આવ્યા તો તે વાંચીને મહિલા બે દિવસ બાદ સીધી પોલીસ સ્ટેશન પહોંચી અને પોતાના પર લાગેલા બધા આરોપોને નિરાધાર જણાવ્યા હતા. મહિલાએ કહ્યું કે તેણે પ્રેમી અઠે લગ્ન કર્યા છે અને હવે તે તેની જ સાથે રહેશે.
પ્રેમી સાથે કર્યા લગ્ન
ચાર બાળકોની માતા લગ્નના 16 વર્ષ બાદ તેના પતિ અને નળંદ સહિત ચાર સંતાનોને દૂધમાં ઉંઘવાની દવા પીવડાવીને તેના પ્રેમી સાથે જતી રહી હતી. મહિલા પર પતિએ ઘરમાંથી લાખો રૂપિયાનાં ઘરેણા લઇ જવાનો આરોપ લગાવ્યો હતો. જેનાં સમાચાર છાપાઓમાં જોઇને મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને પોતાના પતિ સહીત સાસરિયાઓ પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. જ્યારે દૂધમાં નશો આપવા અને ઘરમાંથી ઘરેણા લઇ જવાના આરોપોને નિરાધાર જણાવ્યા છે. મહિલાએ પોલીસને કહ્યું કે તેણે પ્રેમી સાથે લગ્ન કરી લીધા છે. જયારે પતિ પણ પત્ની વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરી રહ્યો છે.