ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A little more relaxation in partial lockdown from today in Gujarat
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાતમાં આજથી શાળા-કોલેજોમાં ઓનલાઇન શિક્ષણની શરૂઆત થઈ છે. જ્યારે શિક્ષકો અને સ્ટાફ સ્કૂલમાં હાજર રહેશે. તો તમામ ખાનગી અને સરકારી ઓફિસો 100 ટકા સ્ટાફ સાથે શરૂ થયાં છે.
દુકાનો ખુલ્લી રાખવાનો સમય વધારો
ADVERTISEMENT
તો વેપાર-ધંધા માટે પણ રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. રાજ્યમાં આજથી તમામ પ્રકારના ધંધો સવારે 9થી સાંજે 6 સુધી ચાલુ રાખી શકાશે.
ADVERTISEMENT
એસટી, સિટી બસ 50 ટકા પેસેન્જર સાથે ચાલુ રહેશે
આજથી એસટી, સિટી બસ 50 ટકા પેસેન્જર સાથે ચાલુ રહેશે...જોકે સ્વિમિંગ પૂલ, જિમ, કોચિંગ ક્લાસ, સિનેમા થિયેટરો, ઓડિટોરીયમ, વોટર પાર્ક, બાગ-બગીચાઓ, સ્પા બંધ રહેશે...જ્યારે ધાર્મિક સ્થળો બંધ રહેશે, માત્ર પૂજારી પૂજાવિધિ કરી શકશે...તેમજ કોઇપણ પ્રકારના રાજકીય-સામાજિક કાર્યક્રમો યોજાશે નહીં.
ADVERTISEMENT
.gif)
ઓનલાઈન શૈક્ષણિક સત્રની થઈ શરૂઆત
ADVERTISEMENT
આજથી શાળાઓમાં ઓનલાઈન શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ છે. 100 ટકા શિક્ષકો સાથે ઓનલાઈન શિક્ષણ શરૂ કરી દેવાયું છે. શિક્ષકોએ સ્કૂલમાં પહોંચી ઓનલાઈન ક્લાસ શરૂ કર્યા. ત્યારે અમદાવાદની વિજયનગર સ્કૂલમાં વેકેશન બાદ પહેલો લેક્ચર લેવામાં આવ્યો હતો.
આવતીકાલથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરી થશે શરૂ
ADVERTISEMENT
આવતીકાલથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરી શરૂ થશે. કોરોનાના કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. જે હવે આવતીકાલથી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. જેને લઇને તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. કોરોના ગાઈડલાઈન સાથે પ્રાવસીઓને પ્રવેશ અપાશે. પ્રવાસીઓએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.
ગુજરાતમાં આજથી શું ખુલશે
- શાળા-કોલેજોમાં શિક્ષકોની હાજરી,ઓનલાઇન શિક્ષણ.
- સરકારી-ખાનગી કચેરીઓ 100% કર્મચારીઓ.
- તમામ પ્રકારના ધંધા સવારે 9થી સાંજે 6 સુધી ચાલુ.
- એસટી,સીટી બસ 50% પેસેન્જર સાથે ચાલુ રહેશે
ગુજરાતમાં હજુ શું બંધ રહેશે
- સ્વિમીંગ પુલ, જિમ, કોચિંગ કલાસ, સિનેમા થિયેટરો, ઓડિટોરીયમ, વોટર પાર્ક, બાગ-બગીચા,મનોરંજક સ્થળો, સ્પા
- મંદિરો સહિતના ધાર્મિક સ્થાનો બંધ રહેશે, પૂજારી પૂજાવિધિ કરી શકશે
- કોઇપણ પ્રકારના રાજકીય-સામાજિક કાર્યક્રમો
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 848 નવા કેસ નોંધાયા છે, તો 12 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો આંકડો વધુ છે. જો કે, ગઈકાલ કરતા મોતની સંખ્યામાં વધારો થયો છે.
છેલ્લા 24 કલાકમાં 12 દર્દીઓના મોત અને સાજા થનારનો આંકડો રાહત આપનારો
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 9,933 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 2,915 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 7,88,293 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 371 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 18,008 પર પહોંચ્યો છે. આમ દિવસેને દિવસે એક્ટિવ કેસના આંકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ