ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:10 AM, 6 February 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ હૈદ્રાબાદમાં શ્રી રામાનુજાચાર્યની સ્મૃતિમાં 'સ્ટેચ્યૂ ઓફ ઇકવાલિટી'નું શનિવારે ઉદઘાટન કર્યું. ત્યારે જ પરિસરમાં એક બાળકે પીએમ મોદીને દંડવત પ્રણામ કર્યા તથા તેમના આશીર્વાદ લીધા. ચાર સેકન્ડનો આ વીડિયો પણ સામે આવ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હૈદ્રાબાદ યાત્રા યાદગાર બની ગઈ. શમશાબાદમાં તેમણે 11ની સદીના ભક્તિ સંત શ્રી રામાનુજાચાર્યની 216 ફૂટ ઉંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ ઇક્વાલિટી'નું અનાવરણ કર્યું. કાર્યક્રમ દરમિયાન એક બાળકે પ્રધાનમંત્રી મોદીને દંડવત પ્રણામ કરી તેમના આશીર્વાદ લીધા. જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર હવાની જેમ વાયરલ થઇ રહ્યો છે.
ADVERTISEMENT
પ્રધાનમંત્રી મોદીને દંડવત પ્રણામ
હૈદ્રાબાદમાં 11મી સદીના ભક્તિ સંત શ્રી રામાનુજાચાર્યની યાદમાં 'સ્ટેચ્યૂ ઓફ ઇક્વાલિટી'નાં ઉદધાટન સમારોહ દરમિયાન એક બાળકે પીએમ મોદી સામે 'દંડવત પ્રણામ' કર્યા. ત્યાર બાદ પીએમ મોદીએ તેને ઉઠાવીને આશીર્વાદ આપ્યા. દંડવત પ્રણામનો આ વીડિયો ઘણી ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
A child doing Sashtang Pranam - PM @narendramodi has earned this respect. pic.twitter.com/UYPcL36rxP
— Rahul Kaushik (@kaushkrahul) February 5, 2022
ADVERTISEMENT
દંડવત પ્રણામનો વીડિયો વાયરલ
પ્રધાનમંત્રી મોદીએ પ્રતિમાનું આવરણ કર્યા બાદ પરિસરની મુલાકાત લીધી. ત્યારે જ એક બાળક તેમની પાસે આવ્યો તથા તેને જમીન પર સુઈને નરેન્દ્ર મોદીને દંડવત પ્રણામ કર્યા. આ પર પીએમ મોદીએ પણ તેની પીઠ થપથપાવી આશીર્વાદ આપ્યા. ચાર સેકન્ડનો આ વીડિયો ઝડપથી સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીદિયોને જોવાવાળા લોકો બાળકના સંસ્કારોના વખાણ કરી રહ્યા છે.
ADVERTISEMENT
પીએમ નરેન્દ્ર મોદીએ કહી આ વાત
પીએમ મોદીએ કહ્યું કે જગતગુરુ શ્રી રામાનુજાચાર્યજીની આ ભવ્ય વિશાળ મૂર્તિનાં માધ્યમથી ભારત માનવીય ઉર્જા તથા પ્રેરણાઓનું મૂર્ત રૂપ આપી રહ્યું છે. રામાનુજાચાર્યજીની આ પ્રતિમા તેમના જ્ઞાન, વૈરાગ્ય તથા આદર્શોનું પ્રતીક છે. આજથી એક હજાર વર્ષો પહેલા તો રૂઢિઓ તથા અંધવિશ્વાસનો દબાવ કેટલો વધારે રહ્યો હશે. પરંતુ રામાનુજાચાર્યજીએ સમાજમાં સુધાર માટે સમાજને અસલી વિચારથી પરિચિત કર્યો. આજે રામાનુજાચાર્યજીની વિશાળ મૂર્તિ Statue of Equality ના રૂપમાં આપણને સમાનતાનો સંદેશ આપી રહી છે. આ સંદેશને લઈને આજે દેશ 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ ઔર સબકા પ્રયાસ' નાં મંત્ર સાથે પોતાના નવા ભવિષ્યની નીવ રાખી રહ્યો છે.
Statue of Equalityની ખાસિયત
ભક્ત શ્રી રામાનુજાચાર્યની 216 ફૂટ ઉંચી પ્રતિમા Statue of Equalityની અવધારણા રામાનુજાચાર્ય આશ્રમના સ્વામીએ કરી છે. જેને તૈયાર કરવામાં સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ તથા ઝીંકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મૂર્તિની લંબાઈ 108 ફૂટ છે તથા તેના હાથીનું ત્રિદંડમ 135 ફૂટ ઊંચું છે. આ મૂર્તિ સુધી પહોંચવા માટે 108 સીડીઓ બનાવાઈ છે. જ્યારે, પરિસરમાં વૈદિક ડિજિટલ લાઈબ્રેરી, શોધ કેન્દ્ર, પ્રાચીન પુસ્તકો, થિયેટર તથા શૈક્ષણિક ગેલરી પણ બનાવાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ