A heathen mob attacked the priest's family for lowering the sound of Aarti
વડોદરા /
આરતીનો અવાજ ઓછો કરવા મુદ્દે વિધર્મી ટોળાંએ પૂજારી પરિવાર પર કર્યો હુમલો, પોલીસ કાર્યવાહી ન થતા રોષ
Team VTV01:46 PM, 17 Oct 22
| Updated: 02:02 PM, 17 Oct 22
વડોદરાના ફતેગંજ કલ્યાણ નગરમાં આરતીનો અવાજ ઓછો કરવા મુદ્દે વિધર્મી ટોળાનો પૂજારી પરિવાર પર તલવાર વડે હુમલો
વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ
વિધર્મીઓનો પૂજારી પરિવાર પર હુમલો
તલવાર વડે પૂજારી પરિવાર પર હુમલો
વડોદરામાં વિધર્મી ટોળાએ પૂજારી પરિવાર પર હુમલો કર્યોની ઘટના સામે આવી છે. વડોદરાના ફતેગંજ કલ્યાણ નગર સ્થિત આવાસના મંદિરમાં પૂજારી પરિવાર પર હુમલાની ઘટના સામે આવી છે. આ સમગ્ર બાબતથી લોકોમાં રોષ પણ જોવાા મળ્યો છે. વિધર્મીઓ દ્વારા પૂજારી પરિવાર પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો છે. જે સમગ્ર ઘટનાના પગલે વિધર્મી તત્વો પર હુમલાથી લોકોમાં ભારે રોષ છે તેમજ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
વિધર્મીઓનો તલવારથી હુમલો
વડોદરામાં વિધર્મી ટોળાએ પૂજારી પરિવાર પર તલવાર વડે હુમલો છે. ફતેગંજ કલ્યાણ નગર સ્થિત સરકારી આવાસના મંદિરની સમગ્ર ઘટના સામે આવી છે જ્યાં વિધર્મીઓ દ્વારા હુમલો કરી પુજારી પરિવારને ગંભીર ઈજા પહોંચાડી છે. હુમલાની ઘટનામાં ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. તલવાર વડે 10થી 12 વિધર્મી લોકોના ટોળાએ પરિવાર પર હુમલો કર્યો હતો. હુમલામાં પૂજારી, તેમના પત્ની અને અન્ય લોકોને ઈજા પહોંચી છે જેમને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મંદિરમાં આરતી ચાલી રહી હતી તેને લઈ અવાજ ઓછો કરવા મુદ્દે વિધર્મી ટોળાએ હુમલો કર્યોની માહિતા મળી રહી છે.
જ્યોતિનાથ મહારાજનું નિવેદન
ધાર્મીક સંગઠનો અને જ્યોતિનાથ મહારાજ કલ્યાણનગર પહોંચ્યા હતા. વિધર્મીઓના હુમલાના પગલે જ્યોતિનાથ મહારાજે જણાવ્યું હતું કે, આવા તત્વોને સાંખી લેવાય નહીં તેમજ તેમણે જણાવ્યું હતું કે, પોલીસે હજુ સુધી કહીં પણ કાર્યવાહી કરી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જરૂર પડશે તો અમે ઉપર સુધી જઈશું તેમજ આવા આરોપીઓની ધરપકડ કરવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ધાર્મિક પ્રવૃત્તિ કરતા રોકવામાં આવે તે કેટલું યોગ્ય છે. સમગ્ર ઘટના પગલે ઘાર્મીક સંગઠનોનમાં રોષ જોવા મળી રહ્યો છે.