બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / A child studying in standard 8 in Surat , went to the bathroom and Committed suicide
Last Updated: 12:17 PM, 26 September 2021
ADVERTISEMENT
સુરતમાં વિદ્યાર્થીના આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે, પાંડેસરાના રણછોડનગરમાં રહેતા 12 વર્ષના વિદ્યાર્થી પાર્થ શાહુ નામના વિદ્યાર્થીઓ અગ્ય કારણોસર ઘરના બાથરૂમમાં જ ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી લેતા પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં પણ ગમગીની છવાઈ ગઈ છે.
ADVERTISEMENT
સુરતમાં વિદ્યાર્થીનો આપઘાત
આ વિદ્યાર્થી ધોરણ-8માં અભ્યાસ કરતો હતો અને શુક્રવારે શાળાએથી પરત આવ્યા બાદ જમીને પિતા સાથે સૂવા ગયા હતો પરતું બાદમાં અચાનક ઘરના જ બાથરુમમાં જઈ આપઘાત કરી લેતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તો ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે વિદ્યાર્થીના અપમૃત્યુને લઈ તપાસ હાથ ધરી છે.
ઘરના બાથરૂમમાં ગળેફાંસો ખાધો
આપઘાત મામલે પોલીસ દ્વારા પિતાને પૂછવામાં આવતા પિતાએ જણાવ્યું કે અભ્યાસ અંગે ક્યારેય ઠપકો આપ્યો નથી ત્યારે મૃતક પાર્થના મોતનું કારણે શોધવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, પોલીસે આપઘાત પાછળ મોબાઈલ ગેમ હોવાની પણ શંકા વ્યક્ત કરી રહી છે, કેમ કે બાળક ગેમ રમવાથી ટેવાયેલ હતો, પાર્થ ઓનલાઈન ગેમ રમવાનો આદી હોવાનું પણ જાણવા મળ્યું છે, ગેમના કારણે યુવકે આપઘાત કર્યો કે કેમ તે અંગે પણ પોલીસે ઝિણવટ ભરી તપાસ હાથ ધરી છે.
આપઘાતના કારણને લઈને તપાસ
મહત્વું છે કે પાર્થ શાહુ આપઘાત પહેલા પિતાને કુદરતી રીતે હાજતે જવાનું કહીને રૂમમાંથી બહાર નીકળી ગયો હતો અને ત્યારબાદ રૂમમાં આવીને બાથરૂમમાં જઈને વિદ્યાર્થી પાર્થે આપઘાત કરી લીધો હતો, બાળકા આપઘાતનું કારણે જાણવા પોલીસે આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી વધુ તપાસ કરી રહી છે.
રાજ્યમાં આત્મહત્યાના કેસનું પ્રમાણ વધ્યું
રાજ્યમાં આત્મહત્યાના કેસનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આપઘાત કરવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે, લાંબા સમયની માંદગીસ, પ્રેમ સંબંધ, દેવુ, લગ્ન, માનસિક બીમારી, જ્યારે બાળકોમાં પણ આપઘાત કરવા પાછળ માબાપનો ડર, ઓનલાઈન ગેમ, ગેમમાં હાર, મમ્મી પપ્પાનો ઠપકો, ડર, માનસિક હેરાની, ગેમમાં પૈસા ગુમાવવા, વગેરે જેવી બાબતોને કારણે બાળકો કે યુવાનો આપઘાત કરી લેતા હોય છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં 12 વર્ષના ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના આપઘાતથી ચકચાર મચી ગઈ છે, તો પોલીસે પણ વિદ્યાર્થીના મોત મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.