એક બ્રાઝિલિયન મોડેલ ક્રિસ ગેલેરાએ પોતાની સાથે જ લગ્ન કર્યા હતા અને 3 મહિના પછી કોઈ વ્યક્તિ તેના જીવનમાં આવતા પોતાની સાથે છૂટાછેડા લીધા.
આજકાલ લોકો અવનવું કરીને દુનિયાને દેખાડતા હોય છે
પહેલા પોતાના સાથે લગ્ન કર્યા અને હવે છૂટાછેડા કર્યા
બીજું કોઈ મળી જતા ખુદ સાથે કરવા પડ્યા છૂટાછેડા
પોતાને સાથે જ કર્યા લગ્ન
ગુજરાતના વડોદરાની રહેવાસી ક્ષમા બિંદુતો બધાને યાદ જ હશે. હા એ જ ક્ષમા બિંદુ, જેણે સોલોગેમી એટલે કે પોતાની જાત સાથે લગ્ન કર્યા. આ લગ્ન 11 જૂનના રોજ યોજાવાના હતા, પરંતુ વિવિધ સંગઠનોના વિરોધ અને પંડિતજીએ લગ્નમાં સામેલ થવાનો ઈનકાર કર્યા બાદ નિર્ધારિત સમયના બે દિવસ પહેલા એટલે કે 9 જૂને આ લગ્ન થયા હતા. ક્ષમા બિંદુ કદાચ આ રેકોર્ડ બનાવનાર ભારતની પહેલી છોકરી છે, પરંતુ તેની પહેલા દુનિયામાં ઘણા લોકો એવા હતા જેમણે આ રેકોર્ડ બનાવ્યો છે. અત્યારે અમે વાત કરી રહ્યા છીએ બ્રાઝિલની એક ખેલાડી ક્રિસ ગેલેરાની. મોડલે ત્રણ મહિના પહેલા જ લગ્ન કર્યા હતા. કદાચ ક્ષમાને આ મુદ્દો જોઈને યાદ આવી ગયો હશે કે તેમણે પણ ભારતમાં આવો રેકોર્ડ બનાવવો જોઈએ.
ક્રિસને હવે એવી વ્યક્તિ મળી ગઈ છે જેની સાથે તે રહેવા માંગે છે
આ બ્રાઝિલિયન મોડલ ક્રિસ ગેલેરાએ ત્રણ મહિના બાદ પોતાના સાથે જ છૂટાછેડા લઇ લીધા છે અને આ રીતે તે બીજી વખત ચર્ચામાં આવી છે. ક્રિસ ગેલેરાએ લગ્નના ત્રણ મહિના બાદ પોતાની જાતને કહ્યું હતું કે તેને કોઈ એવું મળી ગયું છે જેના કારણે હવે તે લગ્ન કરવાનું મન બનાવી રહી છે અને તેણે પોતે જ છૂટાછેડા લઈ લીધા છે. "હું તે વ્યક્તિને મળ્યા બાદ મને ખુશીનો અનુભવ થયો. હવે હું પ્રેમમાં વિશ્વાસ કરવા લાગી છું.
પોતાની સાથે હતી ત્યારે પણ ખુશ હતી
પોતાની જાતથી છૂટાછેડા લીધા બાદ ક્રિસે કહ્યું હતું કે, જ્યાં સુધી તે પોતાની સાથે લગ્ન કરીને રહી હતી ત્યાંરે પણ તે ખુશ હતી. તે લગભગ ત્રણ મહિના પહેલા ક્રિસે આવું જ કહ્યું હતું કે તે પુરુષો પર નિર્ભર રહીને થાકી ગઈ છે અને એટલા માટે જ તે પોતાની સાથે લગ્ન કરવા માંગે છે. ત્યારે તે પણ એકલી રહેવા માંગતી હતી. પરંતુ આ ત્રણ મહિનાની અંદર જ તેની બધી જ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ.