8 crushed to death after boulder falls on house amid heavy rains in Hyderabad
દૂર્ઘટના /
તેલંગાણામાં મોટી દૂર્ઘટનાઃ મકાન પર બોલ્ડર પડવાથી બાળક સહિત 8 લોકોનાં મોત
Team VTV07:41 AM, 14 Oct 20
| Updated: 07:47 AM, 14 Oct 20
તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં મંગળવારે મોડી રાતે દૂર્ઘટના ઘટી છે. હૈદરાબાદના બદલાગુડા વિસ્તારમાં ભારે વરસાદના કારણે એક બોલ્ડર મકાન પર પડ્યું હતું. આ ઘટનામાં એક બાળક સહિત 8 લોકોના મૃત્યું થયા છે. આ સાથે અન્ય ત્રણ ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. દૂર્ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ સહિત તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસારા તેલંગાણામાં મંગળવારે મોડી રાત્રે એક દૂર્ઘટના ઘટી છે. હૈદરાબાદના બદલાગુડા વિસ્તારમાં એક બોલ્ડર એક મકાન પર પડ્યું જેમાં એક બાળક સહિત 8 લોકોના મૃત્યું થયા છે. આ દૂર્ઘટનામાં અન્ય ત્રણ લોકો ઘાયલ પણ થયા છે.
Telangana: 8 persons including a child died while 3 persons have been injured after a boulder fell on their house at Bandlaguda area of Hyderabad, following heavy rainfall in the city. Officials present at the spot.
આ પહેલા હૈદરાબાદમાં ભારે વરસાદના કારણે રવિવારે એક મકાનનો ભાગ ધરાશાયી થઇ જવાના કારણે બે મહિલાઓના મૃત્યું થયા હતા અને અન્ય પાંચ લોકોને ઇજા પહોંચી હતી. આ દૂર્ઘટના બપોરે 12.10 કલાકે હુસેની આલમમાં થઇ હતી, જ્યારે 7 લોકો ઘરમાં હતા.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બધા ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા, જ્યાં બે મહિલાઓના મૃત્યું થયા હતા.
તેલંગાણામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જ્યારે નદીઓમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. હૈદરબાદમાં સૌથી વધારે વરસાદ LB નગરમાં થયો છે. ઉલ્લેખનીય છે કે 5 રાજ્યમાટે હવામાન વિભાગે અલર્ટ જાહેર કર્યું છે.