બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 7th pay commission govt isuued calculation for gratuity da leave encashment for employees cpc

તમારા કામનું / કેન્દ્રીય કર્મચારીઓ માટે Gratuityને લઈને સૌથી મોટા સમાચાર, મોદી સરકારની આ જાહેરાતથી થશે 7 લાખનો ફાયદો

Arohi

Last Updated: 11:29 AM, 28 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1 જાન્યુઆરી 2020એ વધેલા 4 ટકા ડીએ, 1 જુલાઈ 2020એ વધીને 3 ટકા ડીએ અને 1 જાન્યુઆરી 2021એ વધેલા 4 ટકા ડીએના મોટાભાગના હપ્તાઓને જોડીને મોંઘવારી ભથ્થુ 28 ટકા કરી દેવામાં આવ્યું છે.

  • રિટાયર્ડ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશ ખબર 
  • કર્મચારીઓને કેશ પેમેન્ટ અને ગ્રેચ્યુટી જાહેર
  • ગ્રેચ્યુટી, લીવ ઈનકેશમેન્ટ જાણકારી 

રિટાયર્ડ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશ ખબર છે. મંત્રાલયે રિટાયર્ડ કેન્દ્રીય કર્મચારીઓને કેશ પેમેન્ટ અને ગ્રેચ્યુટી જાહેર કરી દીધી છે. તેમાં જાન્યુઆરી 2020થી જૂન 2021 માટે ગ્રેચ્યુટીની જાણકારી જાહેર કરી દેવામાં આવી છે. મંત્રાલયની તરફથી જાહેર કરવામાં આવેલી જાહેરાત અનુસાર 1 જાન્યુઆરી 2020થી 30 જૂન 2021 સુધી મોંઘવારી ભથ્થુ જાહેર કરવાની જાણકારી આપવામાં આવી છે. 

ગ્રેચ્યુટી, લીવ ઈનકેશમેન્ટ જાણકારી 
વિભાગે એક ટ્વીટ કરી જાણકારી આપી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ખર્ચ વિભાગે કેન્દ્રીય કર્મચારીઓ માટે ગ્રેચ્યુટી અને લીવ ઈનકેશમેન્ટને લઈને એક 7 સપ્ટેમ્બર 2021એ ઓફિસ ઓફ મેમોરેન્ડમ જાહેર કર્યું હતું. તે એ કર્મચારીઓ છે જે જાન્યુઆરી 2020થી જૂન 2021ના સમય વખતે રીટાયર થયા છે. 

કેટલું મળશે મોંઘવારી ભથ્થુ 
તેમાં એવું પણ જણાવવામાં આવ્યું  છે કે આ સમયમાં મોંઘવારી ભથ્થાનો દર બેસિક સેલેરીના 17% જ રહેશે. જણાવી દઈએ કે 1 જાન્યુઆરી 2020એ વધેલા 4% ડીએ, 1 જુલાઈ 2020થી વધેલા 3% ડીએ અને 1 જાન્યુઆરી 2020થી વધેલા 4% ડીએના મોટાભાગના હપ્તાઓ જોડીને મોંઘવારી ભથ્થુ 28% કરી દેવામાં આવ્યું છે. એટલે કે હવે રિટાયર્ડ કેન્દ્રીય કર્મચારીઓને ફાયદો થશે. 

કેન્દ્રીય સિવિલ સેવા નિયમ 1972માં નિહિત હાજર જોગવાઈઓ અનુસાર, રિટાયરમેન્ટ અથવા મૃત્યુની તારીખ પર ડીએને ગ્રેચ્યુટીની ગણનાના આધાર પર વળતરની રીતે ગણવામાં આવે છે. નાણામંત્રાલયની તરફથી જાહેર કરવામાં આવેલી જાહેરાતમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે 1 જાન્યુઆરી 2020થી લઈને 30 જૂન 2021 સુધી રિટાયર થયેલા કેન્દ્રીય કર્મચારીઓ અને પહેલાથી રિટાયર્ડ કર્મચારીઓ માટે રજાને બદલે ગ્રેચ્યુટી અને કેશ પેમેન્ટ વન ટાઈમ રિટાયરમેન્ટ બેનેફિટ્સ હશે. 

સંકળાયેલા મુદ્દાઓ

7th pay commission cpc employees gratuity કેન્દ્રીય કર્મચારીઓ 7th Pay Commission
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ