જો તમારા ફોનમાં 5G સર્વિસ યોગ્ય રીતે નથી મળી રહી તો તેની પાછળ નેટવર્કની સમસ્યા નહી પરંતુ તમારા ફોનનું સેટિંગ્સ હોય શકે છે, ઘણી વખત ખોટા સેટિંગ્સ હોવાના કારણે નેટવર્કમાં આવે છે મુશ્કેલી
ખોટા સેટિંગ્સ હોવાના કારણે નેટવર્કમાં મુશ્કેલી આવે છે
દેશના મોટાભાગના શહેરોમાં 5G સર્વિસ લાગૂ
આ એક સેટિંગથી રોકેટ જેવી સ્પીડથી 5G નેટવર્ક ચાલશે
દેશના મોટાભાગના શહેરોમાં 5G સર્વિસ લાગૂ કરવામાં આવી છે. એરટેલ, રિલાયન્સ જિયોએ પોતાની 5G સર્વિસ દેશમાં ઘણી જગ્યાએ શરુ કરી છે પરંતુ ઘણા શહેરોના લોકો યોગ્ય રીતે 5G સર્વિસનો લાભ નથી લઈ શકતા. જો તમારા ફોનમાં 5G સર્વિસ યોગ્ય રીતે નથી મળી રહી તો તેની પાછળ નેટવર્કની સમસ્યા નહી પરંતુ તમારા ફોનનું સેટિંગ્સ હોય શકે છે. ઘણી વખત ખોટા સેટિંગ્સ હોવાના કારણે નેટવર્કમાં મુશ્કેલી આવે છે. એટલે તમારા ફોનમાં કેટલાક બદલાવ કરવાની જરુર છે. જો તમે તમારા ફોનમાં કેટલાક સેટિંગ કરો છો તો તમને તાત્કાલિક રોકેટ જેવી 5G નેટવર્ક સ્પીડ મળવા લાગશે.
Mobile 5G (File Photo)
તમને જણાવી દઈએ કે, દેશમાં જ્યારે 4G સર્વિસ લોન્ચ કરવામાં આવી ત્યારે ઘણા લોકોએ સિમ કાર્ડ બદલવા પડ્યા હતા. પરંતુ 5G નેટવર્કમાં એવુ નથી. હાલનું 4G સિમ 5Gને સપોર્ટ કરે છે. તમારી પાસે 4G-5G જે પણ સિમ હોય જો તે 5G નેટવર્કને સપોર્ટ નથી કરતું તો તમારે સિમકાર્ડમાં કંઈક બદલાવ કરવાની જરુર છે. આવો જાણીએ આ સેટિંગ્સ વિશે જે તમારા ફોનમાં નેટવર્કની સ્પિડની વધારી દેશે.
તમારા Android ફોનમાં 5G નેટવર્ક આ રીતે ચેક કરો
સૌથી પહેલા સેટિંગ્સમાં જાઓ, અહીં Wi-Fi અને નેટવર્કનો વિકલ્પ પસંદ કરો.
હવે 'SIM & network' ના વિકલ્પ પર ક્લિક કરો.
હવે 'Preferred Network' ના વિકલ્પ પર જાઓ.
અહીં તમે એક લિસ્ટ જોશો જેમાં 5G નેટવર્ક શો થશે. તમારે આ વિકલ્પ પસંદ કરવાનો છે.
iPhone માં 5G નેટવર્ક આ રીતે ચેક કરો
સૌથી પહેલા ફોનના સેટિંગમાં જાઓ
હવે મોબાઈલ ડેટા ઓપ્શન પર ક્લિક કરો.
હવે તમને ડિસ્પ્લેમાં ડેટા રોમિંગ, ડેટા મોડ અને વોઇસ અને ડેટા સહિત ઘણા વિકલ્પો જોવા મળશે
આ વિકલ્પમાં તમારે વોઈસ અને ડેટા પર ક્લિક કરવાનું છે.
જો તમને 5G વિકલ્પ મળે છે. આનો અર્થ એ છે કે તમારો ફોન 5G ને સપોર્ટ કરે છે.
Android માં આ રીતે સેટિંગ કરો
સૌથી પહેલા સ્માર્ટફોનના સેટિંગમાં જાઓ.
હવે 'નેટવર્ક અને ઇન્ટરનેટ' વિકલ્પ પર ક્લિક કરો
હવે તમારે સિમ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
હવે તમારે પ્રિફર્ડ નેટવર્ક પર ક્લિક કરવું પડશે. આ પછી 5G નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
નેટવર્ક પસંદ કર્યા પછી, એકવાર ફોનને રિસ્ટાર્ટ કરો.
Apple iPhone માં કરો આ સેટિંગ
સૌથી પહેલા iPhone Settingsમાં જાઓ.
હવે સેલ્યુલર નેટવર્ક પર ક્લિક કરો. અહીં સેલ્યુલર ડેટા વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
હવે Voice & Data વિકલ્પ પર ક્લિક કરો.
હવે છેલ્લા સ્ટેપમાં તમારે 5G નો વિકલ્પ પસંદ કરવાનો છે.