કોરોના વિસ્ફોટ / ભારતમાં કોરોનાથી થયા કુલ 40 હજાર મોત, સંક્રમિતોની કુલ સંખ્યા આજે થશે 20 લાખને પાર

 40 thousand deaths due to coronavirus in india as 20 lakh cases will cross today

ભારતમાં કોરોના વાયરસથી થયેલા મોતની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં બુધવારે કોરોનાથી 900થી વધારે મોત થયા છે. આ સાથે ભારતમાં કોરોનાના કારણે થયેલો કુલ મૃત્યુઆંક 40 હજારને પાર કરી ચૂક્યો છે. ભારત આ મહામારીથી થનારા મોતને કારણે દુનિયામાં પાંચમા ક્રમે પહોંચી ચૂક્યું છે. સૌથી વધારે કેસમાં તે ત્રીજા નંબરે છે. ભારતમાં આ સમયે રોજના 50 હજારથી વધારે નવા કેસ આવી રહ્યા છે. ગુરુવારે એટલે કે આજે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 20 લાખને પાર પહોંચશે. ઉલ્લેખનીય છે કે દેશમાં સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ