બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 4 death Gujarati people at Canada-US border, Important statement of Nitin Patel

સલાહ / અહીં તકો મળતી નથી એટલે આવી ઘટનાઓ થાય છે: કેનેડામાં ચાર ગુજરાતીઓના મોત પર નીતિન પટેલનું સૂચક નિવેદન

Vishnu

Last Updated: 04:09 PM, 23 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કેટલાક લોકો ટૂંકો રસ્તો શોધી ગેરકાયદેસર જવાનો પ્રયાસ કરે છે, સરકાર એવી તક ઉભી કરે કે લોકોને વિદેશનો મોહ ઓછો થાય

  • કેનેડા-US બોર્ડર પર 4 લોકોના મૃત્યુ
  • "લોકો જોખમો લઇને અમેરિકા જાય છે"
  • "4 લોકોના ઠંડીના કારણે મૃત્યુ થયા"

અમેરિકા-કેનેડાની બોર્ડર પર 4 ગુજરાતીઓના ઠંડીમાં ઠુંઠવાતા મૃત્યુ થયા છે.આ મામલે પૂર્વ DyCM નીતિન પટેલે કહ્યું કે, લોકો જોખમો લઇને અમેરિકા જાય છે.પાટીદાર સમાજના 4 લોકો અમેરિકા જતા હતા.4 લોકો ઠંડીમાં ઠુંઠવાતા મૃત્યુ થયા છે.ગઇકાલ રાતથી અમે સંપર્ક કરી રહ્યાં છીએ.અમિત શાહ કાર્યાલય પર પણ વિગતો મેળવી છે.

અહી તકો નથી મળતી માટે સરકાર એવી તક ઉભી કરે કે લોકોને વિદેશનો મોહ ઓછો થાય: નીતિન પટેલ
અત્યારે જે માહિતી છે તે સંભવિત માહિતી છે.ચોક્કસ નામ રેકોર્ડ પર નથી.આ સાથે જ કહ્યું કે, અમેરિકા જેવા દેશમાં જવા લાખો લોકો પ્રયાસ કરે છે.કેટલાક લોકો ટૂંકો રસ્તો શોધી ગેરકાયદેસર જવાનો પ્રયાસ કરે છે.સરકાર એવી તક ઉભી કરે કે લોકોને વિદેશનો મોહ ઓછો થાય.ઘણા લોકો વર્ષોથી ગેરકાયદે વિદેશમાં રહે છે.લોકોએ કાયદેસર જવું જોઇએ.

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
US-કેનેડા બોર્ડર ઉપર 4 લોકોના મૃત્યુ મુદ્દે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ડિંગુચા ગામના સરપંચ સાથે VTV NEWS દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી છે. સરપંચનું કહેવું છે કે સમગ્ર ઘટનાથી હું અજાણ છું. પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો કરી રહ્યો છું. પોલીસ તપાસ માટે ડિંગુચા આવી છે. 

શું બની હતી ઘટના?
કેનેડામાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. આ વચ્ચે  કેનેડા-યુએસની બોર્ડર પર માઈનસ 35 ડીગ્રી ઠંડીમાં થીજી જતાં 4 ગુજરાતીઓના મૃતદેહ  મળ્યા હતા. ગુજરાતના ગાંધીનગરના ડિંગુચાનો અને કલોલમાં રહેતા પટેલ પરિવારનાં સદસ્યો  હોવાની વાત સામે આવી છે. વિદેશમંત્રી એસ.જયશંકરે પણ મૃતદેહો ભારતીયોના હોવાનું સ્વિકાર્યું છે. આ ચાર વ્યક્તિઓમાં એક પુરુષ, એક મહિલા અને બે બાળકોના મૃતદેહ મળ્યા હતા.  કલોલના આ હતભાગી પરિવારના  સદસ્ય સાથે VTV એ વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે,  તેમનો પરિવાર 4 દિવસથી ગુમ છે, પુત્ર 10 દિવસ પહેલાં કેનેડા જવાનું કહીને નીકળ્યો હતો. પરિવારના અન્ય એ જણાવ્યું કે હવે સોમવારે એમ્બેસીમાંથી માહિતી મળશે. 

કોના કોના થયા મૃત્યુ?
દરમિયાન વિદેશ મંત્રાલયે અમેરિકા અને કેનેડામાં ભારતીય રાજદૂત સાથે  વાત કરતા ચાર લોકોના મૃત્યુ અંગે વધુ માહિતી આપી હતી. આ ગમખ્વાર ઘટનામાં જીવ ગુમાવનારા જગદીશ પટેલ, વૈશાલી પટેલ, ધાર્મિક પટેલ અને ગોપી પટેલનો સમાવેશ થાય છે. 

અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરીનો ઇક્વાડોર રૂટ 

  • લેટિન અમેરિકાના દેશ ઇક્વાડોર થઇને ગેરકાયદે ઘુસણખોરી થઇ રહી છે 
  • ઇક્વાડોરથી ગ્લાટેમાલા પહોંચી ત્યાંથી મેક્સિકો પહોંચે છે ઘુસણખોરો
  • મેક્સિકોમાં થઇને અમેરિકા પહોંચી શકાય છે 
  • મેક્સિકોમાં વહિવટીતંત્રની તવાઇ હોવાથી ઇક્વાડોરનો રૂટ ફેવરીટ બન્યો છે 
  • ઇક્વાડોર, ગ્લાટેમાલામા અનેક એજન્ટ અમેરિકા મોકલવા માટે સક્રિય છે

સંકળાયેલા મુદ્દાઓ

Canada-US border Death Gujarati people Nitin Patel કેનેડા-US બોર્ડર ગુજરાતી પરિવાર ગેરકાયદે વિદેશમાં વસવાટ ઠંડીથી મોત નીતિન પટેલ સરકારને સલાહ Nitin Patel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ