બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / 294 km long new roads will be constructed in Ahmedabad this year

ગુડ ન્યુઝ / આ વર્ષે અમદાવાદીઓને મળશે મોટી ભેટ: 294 કિમી લંબાઇના તૈયાર કરાશે નવા રોડ-રસ્તા

Malay

Last Updated: 04:39 PM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બે દિવસીય મ્યુનિસિપલ બજેટ બેઠકના ગઈકાલના છેલ્લા દિવસે મ્યુનિ.કમિશનર એમ. થેન્નારસને બજેટમાં કરાયેલા આયોજનથી અમદાવાદ પ્રગતિશીલ, ગૌરવવંતું અને વિકાસશીલ શહેર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

 

  • અમદાવાદમાં આ વર્ષે 294 કિમી લંબાઈના નવા રસ્તા બનાવાશે
  • શહેરમાં જુદી-જુદી 40 જગ્યાએ સ્માર્ટ પાર્કિંગની સુવિધા અપાશે
  • ખારીકટ કેનાલના નવીનીકરણનો પ્રોજેક્ટ તંત્રએ હાથ ધર્યો

અમદાવાદમાં રોડ, પાણી, ડ્રેનેજ, ટ્રાન્સપોર્ટ સહિતની અન્ય માળખાગત સુવિધાઓ વૈશ્વિક સ્તરની અને પર્યાપ્ત માત્રામાં હોય અને સ્વચ્છતાની બાબતમાં સમગ્ર ભારતમાં શહેર અગ્રસ્થાને રહે તે હેતુથી બજેટમાં સ્વચ્છતા મિશન-2.0 અંતર્ગત સ્વચ્છતા અંગેનાં વિવિધ આયોજનથી શહેરને ઝીરો વેસ્ટ સિટી બનાવવાનો નિર્ધાર મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને બજેટ બેઠક દરમિયાન સભ્યોને સંબોધતાં વ્યક્ત કર્યો હતો. શહેરને 'ડસ્ટબિન ફ્રી' સિટી બનાવવાના આયોજન હેઠળ છેલ્લા ચાર મહિનામાં 2200થી વધુ ડસ્ટબિન દૂર કરાયાં છે તેમજ પીરાણા ખાતે કાર્યરત બાયોમાઇનિંગ પ્રોજેક્ટ અંતર્ગત 68 ટ્રોમેલ થકી આજદિન સુધી આશરે 70 લાખ મેટ્રિક ટન લીગાસી વેસ્ટ પ્રોસેસ કરી અંદાજે 35 એકર જમીન ખુલ્લી કરાઈ છે. હવે વધુ 20 એકર જમીન ખુલ્લી કરવાનો લક્ષ્યાંક રખાયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

AMC બન્યું દેવાદાર: 200 કરોડના બહાર પડાશે બોન્ડ, અમદાવાદમાં વિકાસના કામો  કરવા લેવાશે કરોડોની લોન | AMC became a debtor 200 crore bonds will be  released crores of loans will be taken

વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાશે
નાગરિકોને પીવાના પાણીની સુવિધા મળી રહે તે માટેનાં વિવિધ આયોજન પર પ્રકાશ પાડતાં તેમણે જણાવ્યું હતું કે નવા વિસ્તારો સહિત નેટવર્ક સાથે પાણીની સુવિધા મળી રહે તે હેતુથી 305 કિ.મી.નું નેટવર્ક ઊભું કરાશે તેમજ હયાત પાણીના પ્રેશરમાં સુધારો કરવા નવાં 17 વોટર ડિસ્ટ્રિબ્યૂશન સેન્ટર, કોતરપુર ખાતે 400 એમએલડી ક્ષમતાનો એક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ 40 એમએલડી ક્ષમતાનો ઝેડ-એલડી પ્લાન્ટ બનાવાશે. શહેરીજનોને દિવસના ૨૪ કલાક પૂરતા પ્રેશરથી પાણીનું સમાન વિતરણ થાય તેમજ નોન રેવન્યૂ વોટરમાં ઘટાડાને ધ્યાનમાં રાખી 24x7 વોટર સપ્લાય સ્કીમના આયોજનથી 100 ટકા વોટર નેટવર્ક સાથે તમામ લોકોને વોટર મીટરથી પાણી આપવાનું આયોજન પણ હાથ ધરાયું છે.

નવા રોડ તૈયાર કરાશે
ડ્રેનેજના મામલે કમિશનર થેન્નારસને જણાવ્યું હતું કે શહેરના મધ્ય ઝોન અને પૂર્વ ઝોન વિસ્તારની જૂની પાણી અને ડ્રેનેજ લાઇનને રૂ.398 કરોડના ખર્ચે બદલીને નવા રોડ તૈયાર કરી આ વિસ્તારને પોલ્યુશન ફ્રી કરાશે. નવા વિસ્તારો સહિત શહેરમાં 11 સુએજ પમ્પિંગ સ્ટેશન અને પાંચ એસટીપી પણ બનાવાશે.

ગુજરાતમાં પહેલીવાર બની રહ્યો છે આવો રોડ: બેંગલુરુથી અમદાવાદ આવી ટેકનૉલોજી,  ખાડા નહીં પડે તેવો દાવો | Such a road is being built for the first time in  Gujarat: Bangalore to ...

ટ્રાફિકની જામની સમસ્યાથી મળશે રાહત 
શહેરમાં પ્રવેશતાં તેની અલગ જ આગવી છબી ઊભી થાય તે હેતુથી યુનિફોર્મ સાઇનેસ સાથેનાં 25 જંક્શનને ડેવલપ કરવા તેમજ આઠ જંક્શન પર જુદી જુદી થીમ આધારિત શિલ્પ મોન્યુમેન્ટ મૂકવા તેમજ ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના ભાગરૂપે નવા નવ બ્રિજ બનાવવા તેમજ બ્રિજ ઉપર સાઉન્ડ બેરિયર તથા ઝોનદીઠ એક બ્રિજ અંડર સ્પેસ ડેવલપમેન્ટનું આયોજન તંત્રએ હાથ ધર્યું હોઈ તેનાથી અમદાવાદીઓને ટ્રાફિકની જામની સમસ્યાથી રાહત મળશે. 

40 જગ્યાએ સ્માર્ટ પાર્કિંગનો લાભ લોકોને અપાશે
શહેરીજનોને સારા રોડની ભેટ અપાશે, જેનાથી શહેર ડસ્ટ ફ્રી બનશે તેમજ પ્રદૂષણની સમસ્યામાં ઘટાડો થશે તેવી મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતાં કમિશનર થેન્નારસને વધુમાં જણાવ્યું હતું કે તમામ ઝોન તથા રોડ પ્રોજેક્ટ દ્વારા બનાવાતા રોડની ડિઝાઇન તૈયાર કરી અંદાજ તથા ટેન્ડર બનાવવાની કાર્યપદ્ધતિ અંગે અલાયદો રોડ પ્લાનિંગ વિભાગ અને જીઆઇએસ સેલ ખોલવામાં આવશે, જે અંતર્ગત 294 કિ.મી. લંબાઈના નવા રોડ તૈયાર કરાશે તેમજ પાંચ આઇકોનિક રોડ, 15 કિ.મી. લંબાઈના વ્હાઇટ ટોપિંગ રોડ અને જુદા જુદા વિસ્તારમાં પગપાળા લોકો માટે 25 કિ.મી. લંબાઈના પેડેસ્ટ્રિયન ફ્રેન્ડલી રોડ પણ બનાવાશે. આ ઉપરાંત મોબાઇલ એપ સાથે ઇન્ટિગ્રેશન કરી શહેરમાં જુદી જુદી 40 જગ્યાએ સ્માર્ટ પાર્કિંગનો લાભ લોકોને અપાશે. 

જૂના બગીચાનું રિનોવેશન કરાશે 
અમદાવાદના ગ્રીન કવરમાં વધારો થાય તે હેતુ માટે કરાયેલા આયોજન અંગે બજેટ બેઠક દરમિયાન સભ્યોને માહિતગાર કરતાં કમિશનર એમ. થેન્નારસને જણાવ્યું હતું કે જૂના બગીચાનું રિનોવેશન કરાશે તેમજ નવા 11 બગીચાનો લાભ લોકોને અપાશે.  સાત હયાત બગીચાનું નવીનીકરણ, 10 અર્બન ફોરેસ્ટ, કોસ્મોસ ફ્લાવર વેલી, મિશન મિલિયન ટ્રી અભિયાન, બગીચામાં 150 ઓક્સિજન કોર્નર, થીમપાર્ક ડેવલપમેન્ટ, વેટ લેન્ડ પાર્ક, હેન્ગિંગ ગાર્ડન અને હાઇટેક નર્સરી બનાવવા માટે પણ તંત્ર ગંભીર છે.

ખારીકટ કેનાલનું 1338 કરોડના ખર્ચે નવીનીકરણ
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી ખારીકટ કેનાલના નવીનીકરણનો પ્રોજેક્ટ તંત્રએ હાથ ધર્યો છે. રૂ.1338 કરોડના ખર્ચે હાથ ધરાયેલા આ પ્રોજેક્ટ ઉપરાંત 148 કરોડના ખર્ચે ગોતા-ગોધાવી કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પણ તંત્ર દ્વારા હાથ ધરાયો હોવાનું કમિશનરે જણાવ્યું હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ