Hyundaiએ છેવેટ પોતાની બહુચર્ચિત Creta SUVનું ફેસલિફ્ટ મૉડલ ભારતમાં લોન્ચ કરી દીધું છે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી. Cretaના પેટ્રોલ વેરિટન્ટની ભારતમાં એક્સ શોરૂમની કિંમત 9.43 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તેના ડીઝલ વેરિયન્ટની આરંભિક કિંમત 9.99 લાખ રૂપિયા છે. દેશમાં કંપનીની ઘણી ડીલરશિપ્સ પર પહેલેથી જ બુકિંગ્સ ઓપન થઈ ચૂક્યાં છે.
ફેસલિફ્ટ મૉડલ હોવાને કારણે તેમાં ઘણા નવા ફિચર્સ અને અપડેટ્સ જોવા મળશે.તે દેખાવમાં એવી જ છે જેવી ગયા વર્ષે બ્રાઝિલના એક ઇન્ટરનેશનલ ઓટો શોમાં રજૂ કરાઈ હતી. તસવીરમાં જુઓ અલગ અલગ વેરિયન્ટ્સનું પ્રાઇસ લિસ્ટ.
Creta ફેસલિફ્ટના ફ્રન્ટમાં જોઈએ તો તેમાં એક મોટી ગ્રિલ આપવામાં આવી છે અને તેના બમ્પરને ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યું છે જે તેને પહોળો લુક આપે છે. ફોગ લેમ્પ્સ હવે હોરિજોન્ટલ છે. જૂના મોડલમાં તે વર્ટિકલ હતા. જૂના મોડલની સરખામણીએ આ નવા મોડલનો ફ્રન્ટ લુક વધુ બોલ્ડ છે અને તેમાં ક્રોમ ટ્રીટમેન્ટ પણ છે.
ગાડીની સાઇડ અને રિયર પ્રોફાઇલને લગભગ સરખી રાખવામાં આવી છે. રિયર બમ્પરને અપડેટ કરવામાં આવ્યું છે. વીલ ડિઝાઇનને પણ અપડેટ કરવામાં આવી છે.
કેબિનની અંદર જોઇએ તો Creta ફેસલિફ્ટના આ મૉડલમાં ડ્યૂઅલ ટૉન લેઆઉટ આપવામાં આવ્યુ છે. જેમાં 7 ઇંચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે જે ઑક્સ USB GPS અને બ્લૂટૂથ કનેક્ટિવિટની સપોર્ટ કરશે. ટૉપ એન્ડ વેરિયન્ટમાં પૈનોરમિક સનરૂફ પણ છે.
ફીચર્સની વાત કરીએ તો 2018 Hyundai Creta ફેસલિફ્ટ SUVમાં ક્રૂઝ કન્ટ્રોલ વાયરલેસ ચાર્જિંગ ઇલેક્ટ્રિક સનરુફ એમ છ પ્રકારની ઇલેક્ટ્રિકલી એજસ્ટ થનારી ડ્રાઇવર સીટ અને વિયરેબલ સ્માર્ટ કી પણ છે. ગાડીમાં 1.4 લિટર પેટ્રોલ 1.6 લિટર પેટ્રોલ અને ડીઝલના ઑપ્શન્સ યથાવત્ છે. આ સાથે અર્થ બ્રાઉન અને મિસ્ટિક બ્લૂ બોડી કલર્સને પેશન ઑરેન્જ અને મરીના બ્લૂ સાથે રિપ્લેસ કરવામાં આવ્યા છે. પોલર વાઇટ અને પેશન ઑરેન્જને બ્લેક રૂફ સાથે ડ્યુઅલ ટોન ઑપ્શન છે.