બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 2 Rockets Hit Iraq Capital Baghdad Green Zone

તણાવ / ઇરાકના બગદાદના ગ્રીનઝોનમાં વધુ 2 મિસાઇલથી હુમલા, કોઇ જાનહાનિના અહેવાલ નહીં

Divyesh

Last Updated: 07:41 AM, 9 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇરાન અને અમેરિકાના  તણાવ વચ્ચે એકવાર ફરી બગદાદ પર રોકેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સૂત્રોને મળતી માહિતી મુજબ AFP રક્ષા સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ ઇરાકની રાજધાની બગદાદ પર બે કત્યુશા રોકેટ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ફાયરિંગ ગ્રીન ઝોન વાળા વિસ્તારમાં કરવામાં આવ્યું છે.

  • ઈરાકના બગદાદમાં ફરી મિસાઈલથી હુમલો
  • ગ્રીનઝોનમાં વધુ 2 મિસાઈલથી હુમલા 
  • હુમલામાં કોઈ જાનહાનીના સમાચાર નહી

ઇરાકના બગદાદમાં ગ્રીન ઝોન વિસ્તારમાં જ્યાં રોકેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે ત્યાર સરકારી ઓફિસો તેમજ વિદેશી દૂતાવાસ આવેલા છે. જો કે આ હુમલામાં કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. 
 


જ્યારે બીજી તરફ અમેરિકાના સંસદમાં આજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઇરાન સામે યુધ્ધ કરવા રોકવા માટે મતદાન યોજાશે. આ અંગેની જાણકારી નેન્સા પેલોસીએ આપી હતી. પેલોસીએના જણાવ્યા અનુસાર ઇરાન વિરુધ્ધ સૈન્ય કાર્યવાહી કરવાને લઇને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે રહેલી જવાબદારીઓમાં ઘટાડાને લઇને સંસદમાં મતદાન યોજાશે. 
 


આ અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે હું છું ત્યા સુધી ઇરાન પરમાણુ હથિયાર પ્રાપ્ત કરી શકશે નહીં. 

Photo Source: ANI Twitter

સંકળાયેલા મુદ્દાઓ

America Iraq iran અમેરિકા ઇરાક ઇરાન Iran-US Crisis
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ