ભાવનગરમાં ગુનેગારો બેફામઃ લૂંટ વિથ મર્ડરના વધુ 2 આરોપીઓ ઝડપાયા, 23 લાખનો મુદ્દામાલ ઝપ્ત

By : hiren joshi 09:25 PM, 07 December 2018 | Updated : 09:25 PM, 07 December 2018
ભાવનગરઃ તખ્તેશ્વર વિસ્તારમાં આંખના સર્જન માલતીબેન મહેતાને ત્યાં 22 નવેમ્બરના દિવસે લૂંટ વિથ મર્ડરની ઘટના બની હતી. માલતીબેન થોડા દિવસ હરિદ્વાર ફરવા ગયા હતા. તે સમયે તેમના કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવતા વિનોદ પરમારને ઘરની જવાબદારી સોંપીને ગયા હતાં. આ સમયે 5થી 6 જેટલા શખ્સો દર્દી બનીને આવ્યા હતાં. 

તેઓ તેમના પ્લાન મુજબ આ ચોકીદારની દાદર સાથે બાંધીને હત્યા કરી દીધી હતી. બાદમાં કાર, તિજોરી, રોકડ રકમ, દાગીના વગેરે લૂંટીને ફરાર થઈ ગયા હતાં. આ ગુનામાં અગાઉ એક શખ્સ ઝડપાઇ ચુક્યો હતો. વધુ 2 આરોપીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે.

પોલીસે 25 લાખના સોનાનાં દાગીના તેમજ રોકડા રૂપિયા અને ગુનામાં વપરાયેલ કાર કબ્જે લીધી છે. ઝડપેલા 2 શખ્સોમાં 1 બાળઆરોપી છે અને તેની આ કેસમાં શું ભૂમિકા છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસનું માનવું છે કે હજુ 64 લાખની ફરિયાદ સામે માત્ર 55 ટકા મુદામાલ રિકવર થઈ ગયો છે.

ભાવનગરમાં ગુનેગારો બેફામ થયા છે અને પોલીસના અસ્તિત્વ સામે પડકાર ઉભા છે. ત્યારે શહેરમાં પોલીસ પેટ્રોલિંગમાં વધારો કરે તે જરૂરી છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ લોકો કરી રહ્યાં છે.Recent Story

Popular Story