બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / 15 deaths in chonkari village of vadodara in just 24 hours gujarat corona virus

ચિંતાજનક / ગુજરાતના આ ગામમાં 24 જ કલાકમાં 15 શંકાસ્પદ મૃત્યુ થતાં ખળભળાટ, 100થી વધુ છે કોરોના કેસ

Parth

Last Updated: 11:39 AM, 8 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના ગામડાઓમાં કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે ત્યાં વડોદરાના એક ગામમાં 24 કલાકમાં 15 લોકોના શંકાસ્પદ મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે.

  • એક દિવસમાં 15 લોકોના શંકાસ્પદ મૃત્યુ
  • 15 લોકોના મૃત્યુથી લોકોમાં ભયનો માહોલ
  • ગામમાં 100થી વધુ લોકો કોરોના સંક્રમિત
  • લોકો દ્વારા સ્વૈચ્છિક ઉકાળા અને હોમિયોપેથીક દવાઓના કેમ્પ યોજાયા

15 લોકોના શંકાસ્પદ મૃત્યુ થતા ચકચાર

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. મે મહિનાની શરૂઆતથી કેસની ગતિ ધીમી પડી છે પરંતુ ગુજરાતના ગામડાઓમાં પરિસ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. રાજ્યના કેટલાય આખે આખા ગામ કોરોના વાયરસના કારણે પરેશાન છે ત્યારે વડોદરાના એક ગામમાં 24 જ કલાકમાં 15 લોકોના ટપોટપ મોત થયા બાદ આખા વડોદરામાં ખળભળાટ મચી ગયો છે. 

હાલ ગામમાં 100થી વધુ લોકો કોરોના સંક્રમિત

વડોદરાના પાદરાના ચોંકારી ગામે એક દિવસમાં 15 લોકોના શંકાસ્પદ મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 24 જ કલાકમાં ટપોટપ લોકોના મોતથી આખા ગામમાં ભયનો માહોલ છે. નોંધનીય છે કે આ ગામમાં 100થી વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. એવામાં ગામના લોકોની રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે ઉકાળા તથા હોમિયોપેથીક દવાઓના કેમ્પ યોજવામાં આવ્યા છે. ગામમાં 24 જ કલાકમાં આટલી બધી મોતના કારણે લોકોની માંગણી છે કે તંત્રએ હવે આ ગામમાં વધારે ધ્યાન આપવું જોઈએ. 

ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર 

ભારત અત્યારે કોરોના વાયરસની બીજી ભયંકર લહેરનો સામનો કરી રહ્યો છે. આ લહેરમાં છેલ્લા ઘણા દિવસથી દરરોજ ત્રણથી ચાર લાખ કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે. આ સિવાય હોસ્પિટલોમાં બેડનો અભાવ અને ઑક્સીજન મળી નથી રહ્યો તથા પ્રજા પારવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે ત્યારે આ સંકટ વહેલા જાય તેવી પ્રાર્થના દેશભરના નાગરિકો કરી રહ્યા છે.

ગુજરાતમાં સાજા થનારા દર્દીઓ વધ્યા 

કોરોનાની બીજી લહેરમાં રાજ્યમાં સતત ત્રીજા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધી છે. રાજ્યમાં 12 હજાર 64 નવા કેસ નોંધાયા છે જ્યારે સ્વસ્થ થયેલા દર્દીની સંખ્યા 13 હજાર 85 રહી છે. આમ, સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા નવા કેસ કરતા વધારે છે.તો કોરોનાથી 119 દર્દીઓના મૃત્યુ થયા છે.

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિનો ચિતાર 

રાજ્યમાં રિક્વરી રેટ 76.52 ટકાએ પહોંચ્યો છે તથા રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લાખ 58 હજાર 36ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 8 હજાર 154 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 5 લાખ 3 હજાર 497 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1 લાખ 46 હજાર 385 એક્ટિવ કેસ છે, જેમાંથી 775 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1 લાખ 45 હજાર 610 દર્દીની હાલત સ્થિર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ